Holi 2020 News

PM મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છા... સુરતીઓ રમ્યા ફોમથી હોળી
Mar 10,2020, 11:30 AM IST
ઠાકોરજીના દર્શન માટે આખી રાત ડાકોર મંદિરની બહાર બેસી રહ્યા હતા ભક્તો
હોળીનો તહેવાર સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ભાવ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના ડાકોર શામળાજી દ્વારકા જેવા મંદિરોમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શામળાજી યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળીયાના દર્શને ઉમટયા હતા અને ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી સમયે શામળીયાને પુજારી અને મુખ્યાજી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાંનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલ ની છોળો ઉડાડી હોળી રમાડાઈ હતી. તો બપોર બાદ ભીડમાં ઘટાડો થયો હતો.
Mar 9,2020, 17:15 PM IST
એક ડરને કારણે બનાસકાંઠાના આ ગામમાં વર્ષોથી હોળી ઉજવાતી નથી
બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટવાની પરંપરા આજે પણ એક યથાવત છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે. આ ઐતહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટાવાતી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ઝપેટમાં આવીને ખાખ થઈ ગયા હતા. જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. આ આગમાં ભારે તબાહી સર્જાઈ હતી. આગ લાગ્યાના વર્ષો બાદ પણ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકો એ બંધ કરી દીધું છે.
Mar 9,2020, 11:55 AM IST
હોળી પર ગુજરાતના ત્રણ મંદિરોના કરો એકસાથે દર્શન....
હોળીનો તહેવાર સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ભાવ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના ડાકોર શામળાજી દ્વારકા જેવા મંદિરોમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શામળાજી યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળીયાના દર્શને ઉમટયા હતા અને ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી સમયે શામળીયાને પુજારી અને મુખ્યાજી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાંનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલ ની છોળો ઉડાડી હોળી રમાડાઈ હતી. ત્યારે હજારો ભક્તોએ ભગવાન શામળીયાની સાથે હોળીનાં અબીલ ગુલાલના રંગે રંગાઈ હોળી પર્વે ભગવાન શામળીયાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. જોકે કોરોના વાયરસને પગલે યાત્રાધામ ખાતે સાવચેતીના પગલાનો અભાવ જોવા મળ્યો હતો.
Mar 9,2020, 11:50 AM IST
પંચમહાલ જિલ્લામાં સોળે કળાએ ખીલ્યો કેસૂડો, ધૂળેટીમાં થશે રંગોની રેલમછેલ
હાલ પંચમહાલ જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગમાં રંગાયેલ જોવા મળે છે. કેમ કે હાલ પંચમહાલના જંગલોમાં કેસૂડો સોળે કળાયે ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીકમાં હોય ત્યારે કુદરત દ્વારા ખાખરાના વૃક્ષ પર જાણે સુંદરતાનો અતિરેક થતી હોય એમ ખાખરાના વૃક્ષ પર કેસૂડાંના ફૂલ આવે છે. આ ફૂલોથી જાણે સમગ્ર પંચમહાલ મહેકી ઉઠે છે. હોળીના તહેવારમાં ધૂળેટી રમવા માટેના કુદરતી રંગ આપનાર ફૂલ એટલે કેસૂડો. કેસૂડાના ફૂલને મસળીને તેમાંથી નીકળતા રંગની ધૂળેટી રમવી પંચમહાલ જિલ્લા માટે સામાન્ય છે. આજકાલ બજારમાં મળતા સિન્થેટિક કલર જે શરીરને નુકશાનકારક હોય છે. તેના કરતા કેસૂડો રંગમાં શરીરને અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક છે. કેસૂડામાં રહેલા આયુર્વેદિક ગુણથી અનેક રોગો સામે પણ ફાયદો મળે છે.
Mar 9,2020, 11:10 AM IST
ફાગણી પૂનમ માટે ડાકોર અને દ્વારકા મંદિરમાં કેવો છે માહોલ...
ફાગણી પૂનમી પૂર્વ સંધ્યાએ યાત્રાધામ ડાકોરમાં ભક્તોનો જમાવડો થયો છે. સમગ્ર મંદિર પરિસર લાઈટિંગથી ઝગમગી ઉઠ્યું છે. કાલે સવારે 4 વાગ્યે કાળિયા ઠાકોરની મંગળા આરતી કરાશે. તો બીજી તરફ, રંગોના પર્વ હોળી નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો અધીરા બન્યા છે. દ્વારકા જતા માર્ગો હાલ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. હોળીના દિવસે જગતમંદિર દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે.. ત્યારે ભક્તો ભક્તિના રંગમાં રંગાવા માટે દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા નજરે પડે છે. ત્યારે શ્રદ્ધાળુઓની સેવામાં ઠેર ઠેર સેવાકેમ્પો ધમધમી રહ્યા છે.. ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે મેડિકલ કેમ્પ, ચા નાસ્તો, ફ્રૂટના પેકેટ, આરામ કરવાની સુવિધા સહિતની તમામ સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. દ્વારકાથી છેક 90 કિલો મીટર સુધી પદયાત્રીઓની સેવા અર્થે કેમ્પ ઉભા કરાયા છે.
Mar 8,2020, 23:25 PM IST
ન્યૂઝરૂમ લાઈવ : હોળી પ્રગટાવવાને લઈને CM વિજય રૂપાણીએ લોકોને કરી અપીલ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આનંદ ઉલ્લાસથી ઉજવાતા રંગ પર્વ હોળીને આરોગ્ય રક્ષા પર્વ બનાવવા ગુજરાતના નાગરિકોને અપીલ કરી છે. સમગ્ર રાજ્યમાં ગામડાં નગરો મહાનગરોના શેરી મહોલ્લા કે જ્યાં જ્યાં સામૂહિક હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાં સૌ કોઈ હોળિકાની અગ્નિ જ્વાળામાં પ્રવર્તમાન સ્થિતિમાં વાયુ-વાતાવરણ શુદ્ધ અને જંતુમુકત રાખવાના રક્ષણાત્મક ઉપાયો માટે હોળીમાં પરંપરાગત આહુતિ ઉપરાંત પંચતત્વની આહુતિ આપે તેવી અપીલ મુખ્યમંત્રી દ્વારા કરાઈ છે. વિજય રૂપાણીએ અનુરોધ કરતાં જણાવ્યું છે કે, વિશ્વની પ્રવર્તમાન આરોગ્યલક્ષી પરિસ્થિતીમાં વાતાવરણ શુદ્ધિ અને જંતુમુકિતની આવશ્યકતા હેતુસર હોળીમાં ગૂગળ, ગાયનું ઘી, સૂકા લીમડાના પાન, સરસવ અને કપૂર એવાં પાંચ દ્રવ્યોની આહુતિ આપવી જરૂરી છે.
Mar 8,2020, 20:50 PM IST

Trending news