ફાગણી પૂનમ માટે ડાકોર અને દ્વારકા મંદિરમાં કેવો છે માહોલ...

ફાગણી પૂનમી પૂર્વ સંધ્યાએ યાત્રાધામ ડાકોરમાં ભક્તોનો જમાવડો થયો છે. સમગ્ર મંદિર પરિસર લાઈટિંગથી ઝગમગી ઉઠ્યું છે. કાલે સવારે 4 વાગ્યે કાળિયા ઠાકોરની મંગળા આરતી કરાશે. તો બીજી તરફ, રંગોના પર્વ હોળી નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો અધીરા બન્યા છે. દ્વારકા જતા માર્ગો હાલ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. હોળીના દિવસે જગતમંદિર દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે.. ત્યારે ભક્તો ભક્તિના રંગમાં રંગાવા માટે દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા નજરે પડે છે. ત્યારે શ્રદ્ધાળુઓની સેવામાં ઠેર ઠેર સેવાકેમ્પો ધમધમી રહ્યા છે.. ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે મેડિકલ કેમ્પ, ચા નાસ્તો, ફ્રૂટના પેકેટ, આરામ કરવાની સુવિધા સહિતની તમામ સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. દ્વારકાથી છેક 90 કિલો મીટર સુધી પદયાત્રીઓની સેવા અર્થે કેમ્પ ઉભા કરાયા છે.

Trending news