એક ડરને કારણે બનાસકાંઠાના આ ગામમાં વર્ષોથી હોળી ઉજવાતી નથી

બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટવાની પરંપરા આજે પણ એક યથાવત છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે. આ ઐતહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટાવાતી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ઝપેટમાં આવીને ખાખ થઈ ગયા હતા. જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. આ આગમાં ભારે તબાહી સર્જાઈ હતી. આગ લાગ્યાના વર્ષો બાદ પણ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકો એ બંધ કરી દીધું છે.

Trending news