હોળી પર ગુજરાતના ત્રણ મંદિરોના કરો એકસાથે દર્શન....

હોળીનો તહેવાર સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ભાવ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના ડાકોર શામળાજી દ્વારકા જેવા મંદિરોમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શામળાજી યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળીયાના દર્શને ઉમટયા હતા અને ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી સમયે શામળીયાને પુજારી અને મુખ્યાજી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાંનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલ ની છોળો ઉડાડી હોળી રમાડાઈ હતી. ત્યારે હજારો ભક્તોએ ભગવાન શામળીયાની સાથે હોળીનાં અબીલ ગુલાલના રંગે રંગાઈ હોળી પર્વે ભગવાન શામળીયાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. જોકે કોરોના વાયરસને પગલે યાત્રાધામ ખાતે સાવચેતીના પગલાનો અભાવ જોવા મળ્યો હતો.

Trending news