ન્યૂઝરૂમ લાઈવ : હોળી પ્રગટાવવાને લઈને CM વિજય રૂપાણીએ લોકોને કરી અપીલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આનંદ ઉલ્લાસથી ઉજવાતા રંગ પર્વ હોળીને આરોગ્ય રક્ષા પર્વ બનાવવા ગુજરાતના નાગરિકોને અપીલ કરી છે. સમગ્ર રાજ્યમાં ગામડાં નગરો મહાનગરોના શેરી મહોલ્લા કે જ્યાં જ્યાં સામૂહિક હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાં સૌ કોઈ હોળિકાની અગ્નિ જ્વાળામાં પ્રવર્તમાન સ્થિતિમાં વાયુ-વાતાવરણ શુદ્ધ અને જંતુમુકત રાખવાના રક્ષણાત્મક ઉપાયો માટે હોળીમાં પરંપરાગત આહુતિ ઉપરાંત પંચતત્વની આહુતિ આપે તેવી અપીલ મુખ્યમંત્રી દ્વારા કરાઈ છે. વિજય રૂપાણીએ અનુરોધ કરતાં જણાવ્યું છે કે, વિશ્વની પ્રવર્તમાન આરોગ્યલક્ષી પરિસ્થિતીમાં વાતાવરણ શુદ્ધિ અને જંતુમુકિતની આવશ્યકતા હેતુસર હોળીમાં ગૂગળ, ગાયનું ઘી, સૂકા લીમડાના પાન, સરસવ અને કપૂર એવાં પાંચ દ્રવ્યોની આહુતિ આપવી જરૂરી છે.

Trending news