રંગોથી નહિ, એકબીજા પર ખાસડાં-જૂતા-શાકભાજી ફેંકીને ગુજરાતના આ શહેરમાં રમાય છે ધૂળેટી

મહેસાણાના વિસનગરમાં ધુળેટીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ધુળેટીના પર્વ પર ખાસડાં યુદ્ધ થાય છે. ભરી બજારે લોકો એકબીજા પર ખાસડાં ફેંકે છે. રંગોની જગ્યાએ જૂતા અને શાકભાજી ફેંકવામાં આવે છે. જેને જૂતું વાગે તેનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા છે. આખું વર્ષ આ ખાસડાં યુદ્ધ માટે જૂના જૂતા ભેગા કરવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.

Trending news