Explanation News

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલો કોઇ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહી રહે: ડીનની સ્પષ્ટતા
ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓના પરિણામ બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વધુ અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં સ્પષ્ટતાથી જાહેરાત થશે. આ વર્ષે તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને હવે 30 હજાર કરતા વધુ રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓ પાસ જાહેર કરાયા છે, ત્યારે તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે નહીં એ અંગે વાલીઓ ચિંતિત છે તેવામાં રાહત રૂપ સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન અને પ્રવેશ સમિતિના કન્વીનર જશવંત ઠક્કરે આ અંગે નિવેદન આપ્યું છે. હાલ ઉપલબ્ધ 41 હજાર બેઠકો સામે 44 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. 
Aug 23,2021, 17:11 PM IST

Trending news