Weather Forecast: ભયંકર આંધી-તોફાન સાથે વરસાદની આગાહી, 16 રાજ્યો માટે IMD નું એલર્ટ, જાણો કેવું રહેશે ગુજરાતમાં હવામાન
કડકડતી ઠંડી અને વરસાદનો માર...દેશના અનેક રાજ્યોમાં આ વિષમ પરિસ્થિતિ જોવા મળી રહી છે. 10 જાન્યુઆરીના રાતે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે. આથી હવામાન વિભાગે આજે, કાલે અને પરમ દિવસ માટે અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત વધુ એક સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ પૂર્વ ઈરાન અને આસપાસના નીચલા-ઉપરી ભાગમાં એક્ટિવ છે. જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન....
Trending Photos
દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીની ઝપેટમાં છે. મોટાભાગના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. 10 જાન્યુઆરીના રાતે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે. આથી હવામાન વિભાગે આજે, કાલે અને પરમ દિવસ માટે અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દિલ્હી એનસીઆર, પંજાબ, હરિયાણામાં ધુમ્મસ સાથે વરસાદની આગાહી છે. પહાડી રાજ્યોમાં બરફવર્ષા થવાથી તાપમાન માઈનસમાં પણ જોવા મળ્યું છે. જેના કારણે ઠંડી વધી છે. હવામાન વિભાગે દિલ્હી સહિત 15થી વધુ રાજ્યો માટે ધુમ્મસ અને વરસાદનું એલર્ટ આપ્યું છે.
ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે વીજળી પડવાની અને કરા પડે તેવી પણ વકી છે. દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો શુક્રવારે કાશ્મીર ઘાટીમાં બરફવર્ષા થઈ. શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી 4.3°Cનીચે રેકોર્ડ થયું. ગુલમર્ગમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી 8.1°C નીચે છે. પહેલગામ -10°C ન્યૂનતમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું. પંજાબનું ફાઝિલ્કા શહેર -2.4°C ન્યૂનતમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. ચંડીગઢમાં ન્યૂનતમ તાપમાન 6.8°C રેકોર્ડ થયું. રાજસ્થાનના કરૌલીમાં ન્યૂનતમ તાપમાન 3.3°C રહ્યું.
Weekly Weather Briefing English (09.01.2025)
YouTube : https://t.co/fLVBUyNc6h
Facebook : https://t.co/3I22qaUEuQ#imd #weatherupdate #india #rain #weatherupdate #weatherforecast #weathernews #coldwave #coldday #rainfallupdate #fog #mausam@moesgoi @ndmaindia @DDNational… pic.twitter.com/Pec8XtASbf
— India Meteorological Department (@Indiametdept) January 10, 2025
આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના એલર્ટ મુજબ દક્ષિણ પૂર્વ ઈરાન અને આસપાસના નીચલા-ઉપરી ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના નીચલા ભાગમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. જેની અસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ રહ્યું છે અને પૂર્વી વાયરા સાથે પશ્ચિમી વાયરા જોવા મળી શકે છે. જેનાથી આજે અને કાલે પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં હળવાથી મધ્યમ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અને બરફ પણ પડી શકે છે.
આજે અને કાલે ઉત્તર પશ્ચિમ ભારત અને નજીકના મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પશ્ચિમી રાજસ્થાનમાં અલગ અલગ સ્થળો પર ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ યુપી, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, ઉત્તરાખંડમાં ક્યાંક ક્યાંક કરા પડી શકે છે. ક્યાંક ગાજવીજ સાથે વરસાદના એંધાણ છે.
આ ઉપરાંત બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડી ઉપર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. જેની અસરથી દક્ષિણ ભારતના રાજ્યોમાં તોફાની પવન ફૂંકાઈ શકે છે. 13 જાન્યુઆરીના રોજ આંધ્ર પ્રદેશ, યનમ અને રાયલસીમામાં કેટલાક સ્થળો પર ગાજવીજ, વીજળીની સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે.
12થી 14 જાન્યુઆરી વચ્ચે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 13 અને 14 જાન્યુઆરીએ કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે. 13 અને 14 જાન્યુઆરીએ અરુણાચલ પ્રદેશ અને અસમ, મેઘાલયમાં વરસાદની શક્યતા છે.
हरियाणा-चंडीगढ़ के कुछ स्थानों में 12 और 13 जनवरी को रात/सुबह के समय घने से बहुत घना कोहरा छाए रहने की संभावना है।
Dense to very Dense fog Condition very likely to continue to prevail during night/early morning hours in some parts of Haryana-Chandigarh on 12th & 13th January.… pic.twitter.com/NxV0p5QnGF
— India Meteorological Department (@Indiametdept) January 10, 2025
કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ જમ્મુ કાશ્મીર, લદાખના અલગ અલગ ભાગોમાં 14 જાન્યુઆરી સુધી કોલ્ડવેવની આગાહી છે. 12 અને 13 જાન્યુઆરીના રોજ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, પૂર્વ યુપી, પૂર્વ રાજસ્થાનના અલગ અલગ ભાગોમાં રાતે અને સવારના સમયે ગાઢ ધૂમ્મસની સ્થિતિ રહેવાની શક્યતા છે. 14 અને 15 જાન્યુઆરીના રોજ પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં 12 જાન્યુઆરીના રોજ પશ્ચિમી રાજસ્થાનમાં ધુમ્મસ છવાઈ શકે છે.
12 અને 13 જાન્યુઆરીના રોજ ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં, 12 જાન્યુઆરીએ બિહાર, અસમ અને મેઘાલયમાં, 12થી 15 જાન્યુઆરી વચ્ચે યુપીમાં, 13થી 15 જાન્યુઆરી વચ્ચે હિમાચલ પ્રદેશ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અને 15 જાન્યુઆરીના રોજ પશ્ચિમી યુપીમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. 12 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશના અલગ અલગ ભાગોમાં કોલ્ડ ડેની સ્થિતિ રહેવાની શક્યતા છે.
पूर्वी राजस्थान के अलग-अलग स्थानों में 12 और 13 जनवरी को
रात/सुबह के समय घने से बहुत घना कोहरा छाए रहने की संभावना है।
Dense to very Dense fog Condition very likely to continue to prevail during night/early morning hours in isolated pockets of East Rajasthan on 12th & 13th… pic.twitter.com/xVMUNf3KJ0
— India Meteorological Department (@Indiametdept) January 10, 2025
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક લઘુત્તમ તાપમાનમાં થશે બે ડિગ્રી સુધીનો વધારો. 12 જાન્યુઆરીથી ફરી એક વખત તાપમાનમાં થશે ઘટાડો. 48 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં થશે બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો. પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવનોને કારણે તાપમાનમાં વધારો. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસરો પૂર્ણ થતા ફરી એક વખત લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થશે.
અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ 9- 15 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી રહી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડી રહી શકે. 10-11 જાન્યુઆરીમાં કઈંક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે. ઉતારાયણથી વાદળો આવી શકે છે. ઉત્તરાયણથી ઠંડી ઘટે જો કે પવન સારો રહેશે. સવારે 6 km/h પવન રહી શકે સવાર બાદ 10 થી 15 km/h રહી શકે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે. 24 જાન્યુઆરીથી પુનઃ ઠંડીની શક્યતા રહે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે