સુરત 'માધુરી' હત્યા કેસમાં ખુલાસો; પ્રેમીએ શરીરસુખ માણવાના રૂપિયા આપ્યા છતાં પ્રેમિકાએ બચકાં ભર્યું, અને...

મંથન કોમ્પ્લેક્સમાં બીજા માળે પહોંચ્યા બાદ જગન્નાથે માધુરીને શરીરસંબંધ બાંધવાના 900 રૂપિયા આપ્યા હતા. જોકે માધુરીએ શરીરસંબંધ બાંધવાની ના કહી જતી રહેવાની તૈયારી કરી હતી.

સુરત 'માધુરી' હત્યા કેસમાં ખુલાસો; પ્રેમીએ શરીરસુખ માણવાના રૂપિયા આપ્યા છતાં પ્રેમિકાએ બચકાં ભર્યું, અને...

તેજશ મોદી/સુરત: દેહવિક્રયનું કામ કરતી યુવતીની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહત્વનું છે કે સુરતના મહિધરપુરા વિસ્તારમાં દિલ્હી ગેટ પાસે આવેલા મંથન કોમ્પ્લેક્સના બીજા માળે ઓફિસમાં રિપેરિંગ ચાલતું હતું, ત્યારે 47 વર્ષીય મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. 

તપાસમાં મહિલાની હત્યા તેના પ્રેમીએ કરી હોવાનું તપાસમાં સામે આવતાં મહિધરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પ્રેમી જગન્નાથ ઉર્ફે સુદર્શન ઉર્ફે કાલિયા ઉર્ફે બટકો મંડલને પકડી લીધો છે. હત્યારા પ્રેમીએ કબૂલાત કરી હતી કે શરીરસંબંધના 900 રૂપિયા આપ્યા છતાં તે સંબંધ બનાવ્યા વગર જતી રહેવાની તૈયારી કરતી હતી, જેને લઈને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો, અને મહિલાએ જગન્નાથના હાથ પર બચકું ભરતાં ગુસ્સામાં લાકડાના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મહિલાનું નામ રીટા ઉર્ફે માધુરી ઉર્ફે ભૂરી દશરથ બૈરાગી છે અને તે રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં મોડી રાતે રિક્ષામાં દેહવિક્રયનો ધંધો કરતી હતી. પ્રેમી જગન્નાથ માધુરીને રેલવે સ્ટેશનથી રિક્ષામાં લઈને નીકળ્યો હતો. માધુરીએ શરીરસંબંધ બાંધવા માટે કોઈ જગ્યાએ લઈ જવા કહ્યું હતું. જગન્નાથ માધુરીને પોતે જે જગ્યાએ કામ કરતો હતો એની પાસેના મંથન કોમ્પ્લેક્સમાં બીજા માળે લઈ ગયો હતો.

મંથન કોમ્પ્લેક્સમાં બીજા માળે પહોંચ્યા બાદ જગન્નાથે માધુરીને શરીરસંબંધ બાંધવાના 900 રૂપિયા આપ્યા હતા. જોકે માધુરીએ શરીરસંબંધ બાંધવાની ના કહી જતી રહેવાની તૈયારી કરી હતી. જેથી બન્ને વચ્ચે ઝઘડો થયો અને એમાં મહિલાએ જગન્નાથના હાથમાં બચકું ભરતાં તેને આવેશમાં આવી લાકડાના ચાર ફટકા મારી માધુરીની હત્યા કરી હતી. 

ત્યારબાદ જગન્નાથ ત્યાંથી ભાગી ગયો હતો. જેને મહિધરપુરા પોલીસના ડી સ્ટાફે રેલવે સ્ટેશન પરથી પકડી પાડ્યો હતો. આરોપી જગન્નાથ શુભમ રેસ્ટોરન્ટમાં વેઇટર હતો. માધુરી સાથે આરોપીને એક વર્ષથી પ્રેમસંબંધ હતો. માધુરીની હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. 

પોલીસ કોમ્પ્લેક્સ સહિત આસપાસના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું. જેમાં એક 22 વર્ષનો યુવાન કેદ થઈ ગયો હતો. તપાસ કરતાં મૃતક માધુરીનો પ્રેમી હોવાનું જણાયું હતું.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news