હવે જો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરી તો લાઇસન્સ થશે રદ્દ, RTOએ કરી લાલ આંખ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોબાઈલ ચાલુ રાખીને વાહન ચલાવતા ચાલકોના અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આવા વાહન ચાલકોની હવે ખેર નથી. મહેસાણા આર.ટી.ઓ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવા વાહન ચાલકો માટે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરમાં ચાલુ વાહનમાં વાત કરતા લોકોનું મહેસાણા આર.ટી.ઓ લાઇસન્સ રદ કરશે.

હવે જો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરી તો લાઇસન્સ થશે રદ્દ, RTOએ કરી લાલ આંખ

તેજસ દવે/મહેસાણા: ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોબાઈલ ચાલુ રાખીને વાહન ચલાવતા ચાલકોના અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આવા વાહન ચાલકોની હવે ખેર નથી. મહેસાણા આર.ટી.ઓ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવા વાહન ચાલકો માટે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરમાં ચાલુ વાહનમાં વાત કરતા લોકોનું મહેસાણા આર.ટી.ઓ લાઇસન્સ રદ કરશે. મહેસાણા આર.ટી.ઓએ બે ડ્રાયવિંગ લાયસન્સ આજીવન રદ કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને બીજા 40 વ્યક્તિને નોટિસ પણ આપવામાં આવી છે. 

જો મોબાઈલ ચાલુ હોય અનેએ વાહન ચલાવતા જણાશો તો લાઇસન્સ રદ કરવામાં આવશે. જેનું પ્રથમ પગલું મહેસાણા આર.ટી.ઓ કચેરીએ ઉઠાવી દીધું છે. જેમાં મહેસાણામાં આવા બે વાહન ચાલકોના લાયસન્સ કાયમી રદ્દ કરાયા છે. જ્યારે રદ કાર્યાયેલા વ્યક્તિએ હું ફોન પર વાત ન કરતો હતો તેમ છતાં મારું લાઇન્સ રદ કરવામાં આવ્યું છે તેવું ગુણ ગાઈને આર.ટી.નો અધિકારીને રજુઆત કરી હતી.

મહેસાણામાં અકસ્માત થવાનું કારણ હાલમાં મોબાઈલ ફોન હોવાનું તંત્ર માની રહી છે. અને ચાલુ વાહને સ્માર્ટ ફોન પર વાત કરતા લોકોની સંખ્યા વધતા મહેસાણા આર.ટી.ઓએ શસ્ત્ર ઉગામ્યું છે. અનેતે શસ્ત્રમાં કાયમી લાઇસન્સ રદ કરાયા છે. જેમાં બે લાયસન્સ કાયમી રદ્દ કરાયા છે. અને 30 લોકોને લાયસન્સ રદ્દ કેમ ન કરવું તે મુજબની નોટિસ અપાઈ છે. નોટિસમાં યોગ્ય ખુલાસો ન કરે તો પણ લાઇસન્સ આજીવન રદ કરી દેવાશે. તેમ હાલમાં જાણવા મળી રહ્યુ છે.

સુરત ફેકટરીમાં આગ બાદ જ્ઞાન ગંગા સ્કૂલની મુલાકાતે એજ્યૂકેશન ઇન્સ્પેક્ટર

મહેસાણા આર.ટી.ઓ દ્વારા રોડ સેફટીના કાયદાનો ભંગ કરનાર સામે લાલ આંખ કરી છે. અને ફેટલ અકસ્માત સર્જનારનું પણ લાઇસન્સ રદ કરવામાં આવશે. સાથે ફેટલ અકસ્માત સર્જનાર 14ના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. વારંવાર મેમો મળશે તો પણ લાઇસન્સ રદ કરવામાં આવશે અને અન્ય 4 લોકોને વારંવાર મેમો મળતા આવી નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહેસાણા આર.ટી.ઓ દ્વારા રોડ સેફટીના કાયદાનો ભંગ કરનાર સામે હવે લાલ આંખ કરી છે. અને આ સ્થિતિમાં જો યોગ્ય પગલાં વાહન ચાલક નહીં ભરે તો તેમના લાઇન્સ રદ કરવામાં આવશે અને આ સ્થિતિ ગુજરાત આખામાં લાગુ થાય તો આવનારા સમયમાં વાહન પર કોઈ ટેલિફોનિક વાત કરતા ખચકાશે અને અકસ્માતની સંખ્યા અટકાવવામાં મદદ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news