Heart Attack: ત્રીજું-ચોથું ભણતા બાળકોને કયા કારણે આવે હાર્ટ એટેક ? આ રહ્યા એક્સપર્ટે જણાવેલા કારણો

Heart Attack in Children: તાજેતરમાં જ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આઠ વર્ષની બાળકી જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી તેને પણ સ્કૂલમાં જ હાર્ટ એટેક આવ્યો અને તે મોતની ભેટી. આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે ત્યારે પ્રશ્ન એ થાય કે આટલી નાની ઉંમરના બાળકોને હાર્ટ અટેક કેવી રીતે આવી શકે ? 

Heart Attack: ત્રીજું-ચોથું ભણતા બાળકોને કયા કારણે આવે હાર્ટ એટેક ? આ રહ્યા એક્સપર્ટે જણાવેલા કારણો

Heart Attack in Children: હાર્ટ એટેકની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. પહેલા હાર્ટ અટેક વૃદ્ધોને વધારે આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયમાં યુવાનો અને હવે ખાસ કરીને બાળકોને પણ હાર્ટ એટેક આવી જાય છે. હવેની સ્થિતિ વધારે ચિંતાજનક છે કારણ કે બાળકોમાં હાર્ટ એટેક આવવાની ઘટના દિવસે અને દિવસે વધી રહી છે. ખરાબ જીવનશૈલી અને આહારના કારણે હાર્ટ એટેકથી અનેક લોકો મોતને ભેટે છે. તાજેતરમાં જ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આઠ વર્ષની બાળકી જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી તેને પણ સ્કૂલમાં જ હાર્ટ એટેક આવ્યો અને તે મોતની ભેટી. આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે ત્યારે પ્રશ્ન એ થાય કે આટલી નાની ઉંમરના બાળકોને હાર્ટ અટેક કેવી રીતે આવી શકે ? 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બાળકોને હાર્ટ એટેક આવવાનું કોઈ ચોક્કસ કારણ તો જણાવવું મુશ્કેલ હોય છે પરંતુ આ સમસ્યા સૌથી વધારે ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થઈ શકે છે. એક્સપર્ટ જણાવે છે કે આજકાલના બાળકો ફિઝિકલી એક્ટિવ હોતા નથી મોબાઇલ અને ટીવીના કારણે ખેલકૂદ અને શારીરિક ગતિવિધિઓથી બાળકો દૂર રહે છે. આ સિવાય ઓનલાઇન ક્લાસીસના કારણે તેમની શારીરિક એક્ટિવિટી ખૂબ જ ઓછી થઈ જાય છે. પરિણામે સ્થૂળતા, કોલેસ્ટ્રોલ જેવી તકલીફો ઝડપથી વધી જાય છે. 

વેસ્ટન કલ્ચર ઝડપથી ફોલો કરવું પણ મોટું જોખમ છે. આજના સમયમાં બાળકો જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ વધારે પ્રમાણમાં લે છે જે શરીર પર ખરાબ અસર કરે છે. આ પ્રકારના ફૂડમાં સુગર વધારે હોય છે, મીઠું વધારે હોય છે અને ફેટ પણ વધારે હોય છે જે હૃદયની ધમનીઓને નબળી કરે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. 

આ સિવાય અન્ય એક કારણ મોબાઈલમાં આવતી અલગ અલગ પ્રકારની વિડીયો ગેમ પણ હોય છે. આ પ્રકારની ગેમમાં બીજાથી આગળ રહેવાનું અને જીતવાનું પ્રેશર એટલું બધું હોય છે કે તે હૃદયની ગતિને પણ પ્રતિકૂળ બનાવે છે. તો વળી કેટલાક બાળકો જન્મથી જ હૃદય સંબંધિત સમસ્યાઓ ધરાવે છે સમયસર તેનો ઈલાજ ન થવાના કારણે પણ હાર્ટ અટેક આવી શકે છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે આજના સમયને ધ્યાનમાં લેતા હાર્ટ એટેકથી બચવું હોય તો જીવનશૈલી અને આહાર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે સંતુલિત અને પોષણથી ભરપૂર આહાર લેવો જોઈએ આ સિવાય નિયમિત રીતે શારીરિક ગતિવિધિ અને વ્યાયામ પણ કરવો જોઈએ. માતા પિતાએ બાળકોનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news