અમદાવાદમાં નકલી ચલણી નોટ પ્રકરણમાં મોટો ખુલાસો! ડ્રગ્સ રેકેટનો હવાલો નીકળ્યો
નકલી ચલણી નોટ પકડવાના કેસમાં ખુલાસો થયો છે કે નકલી નોટ રિસીવ કરનાર આરોપી જુહાપુરાનો ડ્રગ્સ પેડલર નીકળ્યો છે. આરોપી પાસેથી ડ્રગ્સના નશાની ખરીદી કરનારને ડુપ્લીકેટ નોટ આપીને બજારમાં ફરતી કરવાનો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: સીઆઇડી ક્રાઇમ દ્વારા નકલી ચલણી નોટ પકડવાના કેસમાં ખુલાસો થયો છે કે નકલી નોટ રિસીવ કરનાર આરોપી જુહાપુરાનો ડ્રગ્સ પેડલર નીકળ્યો છે. આરોપી પાસેથી ડ્રગ્સના નશાની ખરીદી કરનારને ડુપ્લીકેટ નોટ આપીને બજારમાં ફરતી કરવાનો હતો.
સીઆઇડી ક્રાઇમ દ્વારા ડુપ્લીકેટ નોટ પકડવાના કેસમાં નકલી નોટ રિસિવ કરનાર મોઈન સૈયદની ધરપકડ કરી છ દિવસના રિમાન્ડ પર છે. આરોપી મોઇન જુહાપુરાનો ડ્રગ્સ પેડલર છે અને તેની પૂછપરછમાં ખુલાસો થયા છે કે તેની પાસે MD ડ્રગ્સની ખરીદી કરનાર લોકોને છૂટ્ટા રૂપિયામાં નકલી નોટો આપવાનો ઈરાદો હતો. જેના માટે આરોપી મોઇન એ અગાઉ પકડાયેલા આરોપી સતીષ કુમાર ઊર્ફે વિક્કી પાસેથી નકલી નોટો મગાવી હતી. જેમાં 15 લાખ રૂપિયાની નકલી નોટો સામે 5 લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા હતા.
નોંધનીય છે કે અગાઉ પકડાયેલા આરોપી સતીષ કુમાર ઊર્ફે વિકી ,અનિલ કુમાર ધોબી અને કાલુરામ મેધવાલ ત્રણેય આરોપી 15.30 લાખની કિંમતની ચલણી નોટ લઈ ને અમદાવાદના જુહાપુરામાં આપવા જતા જ સીઆઇડી ક્રાઇમ પકડી લીધા હતા.
સીઆઇડી ક્રાઇમ ની તપાસમાં સામે આવ્યું કે અગાઉ પકડાયેલા આરોપી સતીષ ,અનિલ અને કાલુરામ રાજસ્થાન - મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલ ભવાની મંડી માં મકાન ભાડે રાખ્યું હતું..જે મકાનમાં હાઈ રીઝોલ્યુશન વાળું પ્રિન્ટિંગ મશીન ઉપયોગ કરીને રૂપિયા 100,200 અને 500 ની ચલણી નોટ છાપતા હતા..ત્યાં સીઆઇડી ક્રાઇમ એ ઘરમાં સર્ચ કરીને પ્રિન્ટિંગ મશીન સહિત નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જોકે આરોપી સતીષ કુમાર ઉર્ફે વિક્કી અગાઉ લાખો રૂપિયાની નકલી ચલણી નોટો છાપીને બજારમાં ફેરવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે..ત્યારે આરોપી સતીષ કુમાર વિરુદ્ધ રાજસ્થાન મા નકલી ચલણી નોટ હેરાફેરી કેસમાં બે વખત ગુનો નોંધી ને ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે નકલી નોટ રીસીવ કરનાર મોઈન સૈયદ રાજસ્થાન પ્રતાપગઢ નજીક ડ્રગ્સનો જથ્થો લેવા જતો તે સમયે આરોપી સતીષ કુમાર સાથે સંપર્ક થયો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
નકલી નોટ રિસીવ કરનાર મોઇન ઉર્ફે બાપુ સૈયદ હિસ્ટ્રી સીટર છે. જેના વિરુદ્ધમાં 14 થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે. નકલી નોટ બજારમાં ફરતી કરવા માટે ડ્રગ્સ નશો કરનારા નકલી નોટ પધરાવવા માટે પ્લાન ઘડ્યો હતો, પણ સીઆઇડી ક્રાઈમ એ નકલી નોટની હેરાફેરી નેટવર્ક પર્દાફાશ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે