જો તમને પણ 5 રૂપિયાના પડીકા ખાવાની આદત હોય તો ચેતી જજો, ગોપાલ નમકીનમાંથી નીકળ્યો ઉંદર

Gopal Namkeen : સાબરકાંઠાના હિંમતનગરમાં ગ્રાહકને કડવો અનુભવ.. ગોપાલના ગાંઠિયાના પેકેટમાંથી ઉંદરડી નીકળવાનો દાવો.... આરોગ્ય વિભાગે પેકેટ સાથે વ્યક્તિને તપાસ માટે બોલાવ્યા... 
 

જો તમને પણ 5 રૂપિયાના પડીકા ખાવાની આદત હોય તો ચેતી જજો, ગોપાલ નમકીનમાંથી નીકળ્યો ઉંદર

Sabarkantha News સાબરકાંઠા : આજકાલ લોકોમાં હેલ્ધી નાસ્તાનું પ્રમાણ ઘટી ગયું છે. ભૂખ લાગે એટલે માર્કેટમાં મળતા 5 રૂપિયાના પેકેટ લઈને ખાઈ લે છે. પરંતું આ પેકેટ નુકસાનકારક નીવડી શકે છે. આ વચ્ચે ગુજરાતના ફેમસ ગોપાલ નમકીનના એક પેકેટમાંથી મરેલી ઉંદરડી નીકળવાનો બનાવ બન્યો છે. હિંમતનગરના  પ્રેમપુરમાં ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદરડી નીકળી હતી. 

આ કિસ્સો વાંચીને ભલભલાને અરેરાટી થઈ જાય. સાબરકાંઠાના પ્રેમપુર ગામમાંથી એક શખ્સે એક દુકાનમાંથી 500 ગ્રામ ગોપાલ કંપનીના ગાંઠિયાનું પેકેટ ખરીદ્યું હતું. શુક્રવારે સવારે ગાંઠિયાનું પેકેટ ખોલી તેમણે બાળકીને ખાવા માટે આપ્યુ હતું. બાળકીની માતાએ પેકેટમાં હાથ નાખી ગાંઠિયા લેતા નાની મૃત તળાઈ ગયેલી ઉંદરડી નીકળી હતી. બાળકીની માતાને મૃત ઉંદરડી જોતા જ ઉલટી થઈ હતી.

આ ઘટના બાદ બાળકીને પણ ઝાડા થઈ ગયા હતા, જેના બાદ તેના પિતા સારવાર માટે કાવડ સરકારી દવાખાને લઇ ગયા હતા. દાવડમાં સારવાર કરી રિપોર્ટ કરાવતા ફૂડ પોઈઝનિંગ હોવાનું સામે આવ્યું હતું. સરકારી દવાખાનાથી બાળકીને દવાઓ અપાઈ હતી. 
 
બાળકીના પિતાએ દુકાનદારને જાણ કરી ત્યારબાદ સેલ્સમેન આવ્યો પડીકું બદલી આપવાની વાત કરી હતી. બાળકીના પિતાએ પડીકું નહીં પણ કાર્યવાહી કરવાની વાત કરી હતી. બાળકીના પિતાએ ફૂડ વિભાગને જાણ કરી ત્યારે ફૂડ વિભાગે ‘ઓફિસ સમય પૂરો થયો છે સોમવારે પડીકું લઈને ઓફિસ આવજો’ તેવો જવાબ આપ્યો હતો. 

આમ, બાળકીના પિતાએ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news