Causeway News

પાટણવાવનો કોઝ વે ધોવાયો, અંદરથી નિકળ્યો કૌભાંડનો કચરો જોઇને સ્થાનિકો પણ આશ્ચર્યચકિત
ઉપલેટાના પાટણવાવ રોડ નજીક આવેલ ભુતડાદાદા એ જવાના માર્ગ પર વીડીના રસ્તે મોજ નદી પર માત્ર પોણા બે વર્ષ પહેલા જ બાંધવામાં આવેલ કોઝવે સંપૂર્ણપણે ધોવાઈને રસ્તો બંધ થતાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના સ્મશાન પછીનો જે રસ્તો ભુતડાદાદા મંદિર તરફ જે વિડી વિસ્તારના રસ્તે જવાનો જૂનો ચીખલીયા માર્ગ પર મોજ નદી પર બાંધવામાં આવેલો ૨૦૦ ફૂટનો કોઝવે સંપૂર્ણપણે ધોવાઇ ગયો છે. માત્ર પોણા બે વર્ષ પહેલા જ નગરપાલિકા દ્વારા બાંધવામાં આવેલો આ કોઝવે ધોવાતા અંદરથી માત્ર રેતી જ નીકળી હતી. કોઈ જાતનું માલ કે અન્ય મટીરીયલ તેમજ અન્ય ખનિજ વાપરવામાં આવેલ ન હતું. 
Oct 12,2020, 17:02 PM IST

Trending news