સુરત: રાંદેર ખાતે મિત્રો સાથે કોઝવેમાં નાહવા પડેલ 17 વર્ષીય યુવાન ડૂબ્યો

હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે સાત જેટલા કિશોરો સુરતના રાંદેર ખાતે આવેલા કોઝવે પર નાહવા માટે પડયા હતા. તે દરમિયાન એકાએક 17 વર્ષીય હસમુખ નાઇકા પાણીના વહેણમા ડુબી ગયો હતો. હસમુખ ડુબી જતા સ્થાનિક લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. 
 

સુરત: રાંદેર ખાતે મિત્રો સાથે કોઝવેમાં નાહવા પડેલ 17 વર્ષીય યુવાન ડૂબ્યો

ચેતન પટેલ/સુરત: હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે સાત જેટલા કિશોરો સુરતના રાંદેર ખાતે આવેલા કોઝવે પર નાહવા માટે પડયા હતા. તે દરમિયાન એકાએક 17 વર્ષીય હસમુખ નાઇકા પાણીના વહેણમા ડુબી ગયો હતો. હસમુખ ડુબી જતા સ્થાનિક લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. 

સ્થાનિક લોકોએ આ અંગે ફાયરને જાણ કરી હતી. કિશોર ડુબ્યાની જાણ થતા જ રાંદેર ફાયરની ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હસમુખની શોધખોળ હાથ ધરી હતી. જો કે કલાકોની જહેમદ બાદ પણ હસમુખનો પત્તો લાગ્યો ન હતો. હાલ ફાયરની ટીમ દ્વારા હસમુખની શોધખોળ કરવામા આવી રહી છે.

બોટાદ: ગઢડામાં નવિન ડામર રોડની કામગીરીમાં 'ભ્રષ્ટાચાર' થયાની રાવ, વીડિયો

સુરતના રાંદેર ખાતે આવેલા કોઝવેમાં નાહવા પડેલા સાત યુવાનો પૈકી એક યુવાન ડૂબી જવાની ઘટના સામે આવી હતી. સ્થાનિકોને આ અંગે જામ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસને આ અંગેની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news