બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

બોર્ડની પરીક્ષા આપતા ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં રહેતા હોય છે. વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતા પણ હોય છે, તેવામાં વિદ્યાર્થીઓની તમામ ચિંતાઓ દૂર કરવા માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

ગાંધીનગરઃ 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ ઘણા વિદ્યાર્થીઓની મૂંઝવણ પણ વધતી જાય છે. વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને ચિંતા પણ કરતા હોય છે. તેવામાં વિદ્યાર્થીઓની આ ચિંતા દૂર કરવા માટે ગુજરાત શિક્ષમ બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. આ એક હેલ્પલાઇન નંબર છે. આ નંબર પર વિદ્યાર્થીઓને એક્સપર્ટ કાઉન્સેલર તથા સાયકોલોજિસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. જે વિદ્યાર્થીના મનમાં કોઈ સવાલ કે પરીક્ષાની ચિંતા હોય તો આ નંબર પર ફોન કરી મદદ મેળવી શકે છે.

News18

ટોલ ફ્રી નંબર જાહેર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવાતા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ટોલ ફ્રી નંબર 1800 233 5500 છે. આ નંબર પર વિદ્યાર્થીઓ સવારે 11 કલાકથી સાંજે 6 કલાક સુધી ગમે ત્યારે ફોન કરી મદદ મેળવી શકે છે. 

અમદાવાદ ડીઈઓ કચેરી પણ કરશે વિદ્યાર્થીઓની મદદ
જો વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને લઈને મૂંઝવણ હોય તો તેઓ 9909922648 નંબર પર ફોન કરીને પોતાની સમસ્યા દૂર કરી શકે છે. ત્યારે બોર્ડની પરીક્ષા નજીક આવતા જ સારથી એપનો ઉપયોગ વધ્યો છે. સારથી એપને આ વર્ષે અત્યાર સુધી 550થી વધુ કોલ્સ મળ્યા છે. અમુક વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પ્રશ્નોની સમસ્યા હોય છે. જ્યારે અમુક વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતામાં આપઘાત કરવા સુધીના વિચારો આવતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓની મદદ કરવા માટે સાયકોલોજીસ્ટ સહિતના તમામ વિષણના નિષ્ણાંતો ઉપલબ્ધ હોય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news