રાષ્ટ્રજોગ સંબોધન News

આજે સાંજે 4 વાગે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, આ મહત્વના મુદ્દાઓ પર કરી શકે છે વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  આજે સાંજે 4 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. કોરોના વાયરસ મહામારી, ભારત-ચીન સરહદે તણાવ અને 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધના નિર્ણય વચ્ચે પીએમ મોદી સંબોધન કરવા જઈ રહ્યાં છે. આ સાથે જ પહેલી જુલાઈથી અનલોક 2.0ની ગાઈડલાઈન પણ લાગુ થઈ રહી છે. આવામાં પીએમ મોદી પોતાના સંબોધનમાં અનેક પહેલુઓ પર વાત કરી શકે છે. તેમણે છેલ્લીવાર 12મી મેના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ત્યારે તેમણે લોકડાઉનથી અર્થવ્યવસ્થાને જ માઠી અસર પડી હતી તેને ઉગારવા માટે 20 લાખ કરોડ રૂપિયાના નાણાકીય પેકેજની જાહેરાત કરી હતી. રવિવારે મન કી બાતમાં પીએમ મોદીએ લદાખમાં તણાવથી લઈને કોવિડ 19 સુધીનો ઉલ્લેખ કર્યો હતો. આજે સાંજે પોતાના સંબોધનમાં પીએમ મોદી અનેક જાહેરાતો કરી શકે છે. 
Jun 30,2020, 13:30 PM IST
CM વિજય રૂપાણીનું હેલ્થ ચેકઅપ કરાયું, તબીબોએ સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યાં
Apr 15,2020, 13:41 PM IST
ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરમાં બધાનો જીવ ઉંચોનીચો, પણ વાંક કોનો,
ગઈકાલે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ સાથે બેઠક કરીને નીકળનાર કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ના ગણતરીના કલાકોમાં કોરોનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં બધાના જીવ ઉંચાનીચા થઈ ગયા છે. આ સમગ્ર ઘટનામાં એકબીજા પર આંગળી ચીંધાઈ રહી છે. પરંતુ આવામાં વાંક કોનો ગણાય. શું રિપોર્ટનો જવાબ આવ્યા છતા ઈમરાન ખેડાવાલા બહાર નીકળ્યા એમનો કે, પછી ગાંધીનગર (Gujarat) નું આરોગ્ય વિભાગ ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ કાઢ્યો છે તે બાબતે સાવ અજાણ હતું. શું કોઈને ખબર ન હતી કે તેઓનો રિપોર્ટ (corona virus) આવવાનો બાકી છે. તો પછી આ વાતની જાણ કેમ સરકારને મીટિંગ પહેલા કરવામાં આવી ન હતી. જોકે, આ ઘટના બાદ હાલ ગુજરાત ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. 
Apr 15,2020, 8:01 AM IST
અમદાવાદ : સહકાર સોસાયટીના એક જ પરિવારના 7 લોકો કોરોના પોઝિટિવ
અમદાવાદ (Ahmedabad) ના કોરોના કેસના વિવિધ ઝોન મુજબના અપડેટ અને કરાઈ રહેલી કામગીરી વિશે માહિતી આપતા એએમસીના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કુલ ૩૪૬ કેસ થયા છે. જેમાં આજે 31 નવા કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં 9 કેસ નવા આવ્યા છે. માણેકચોક વિસ્તારમાં 5 અને દરિયાપુરમાં 3 નવા કેસ આવ્યા છે. દક્ષિણ ઝોન અગાઉથી જ હોટસ્પોટમાં હતું. અહીં 11 નવા કેસ આવ્યા છે. તો નવા પશ્વિમ ઝોનમાં કેસ નિયંત્રણમાં છે. પશ્વિમ ઝોનમાં સહકાર સોસાયટીના એક પરિવાર ના સાત લોકોનો કોરોના (corona virus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સારા સમાચાર એ છે કે, 15 કલાકમાં કોઈ જ મૃત્યુ થયું નથી. તેમજ 12 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. 
Apr 14,2020, 13:15 PM IST
ગુજરાતમાં કોરોનાથી મોત મામલે સુરતે અમદાવાદને પણ પાછળ છોડ્યું
અમદાવાદ બાદ હોટસ્પોટ બનેલા સુરતની પરિસ્થિતિ અમદાવાદ કરતા પણ બદતર બની રહી છે. ભલે અમદાવાદમાં કોરોના (corona virus) ના પોઝિટિવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો હોય, પરંતુ સુરત (Surat) માં દર્દીઓના મોતનો આંકડો વધી રહ્યો છે. જે ચિંતાજનક બાબત ગણાય. રિપોર્ટ કહે છે કે, અમદાવાદમાં કોરોનાનો મૃત્યુદર ચિંતાજનક નથી, પરંતુ સુરતમાં આ આંકડો ચિંતાજનક છે. સુરતમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 8 સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. અહીં રિકવરી રેટ 24.24 ટકા રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ છે, છતાં મૃત્યુદર ફક્ત 4.6 ટકા રહ્યો છે. જોકે સુરતમાં અત્યાર સુધી ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ 12.12 ટકા અહીં જ જોવા મળ્યો છે. 
Apr 14,2020, 12:39 PM IST

Trending news