અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરૂ, દર્દીઓ કંટાળે નહિ તે માટે ખાસ આયોજન કરાયું
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ આજે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં આ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ કેર સેન્ટરમાં 2000 લોકોને રાખી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં દર્દીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ તેમના માટે એક્ટિવિટીઝનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
Breaking : નવા 45 કેસ સાથે ગુજરાતની હેટ્રિક, કુલ 617 પોઝિટિવ કેસ થયા
વિજય નહેરાએ દર્દીઓ માટે મૂકાયેલી સુવિધા અંગે જણાવ્યું કે, કોવિડ કેર સેન્ટરમા દર્દીઓ માટે ફ્રી વાઈફાઈ, રીડિંગ રૂમ, ટીવી, કેરમ, પત્તા, ચેસ રમવાની પણ વ્યવસ્થા કરાઈ છે. રીડિંગ રૂમ ખાસ તૈયાર કરાયો છે. દર્દીએ આખો દિવસ કેવી રીતે પસાર થાય તેની કાળજી લેવાઈ રહી છે. ટીવી, લાઈબ્રેરી, ઇન્ડોર ગેમની વ્યવસ્થા છે, જેથી દર્દી ક્યાંક કંટાળી ન જાય.
દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ
તેમણે જણાવ્યું કે, બે દિવસ પહેલા અમદાવાદ ખાતે સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી, આજે તૈયારીઓ પૂર્ણ થઈ છે. દર્દીઓને રાખી શકાય તે પ્રકારનું કોવિડ કેર સેન્ટર દેશની મોટામાં મોટી સેન્ટર તરીકે ડેવલપ કર્યું છે. પોઝિટિવ દર્દીના આરોગ્ય સિવાય પણ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાને રાખીને સેન્ટર તૈયાર કર્યું છે. બેડ, સેનેટાઈઝેશનની વ્યવસ્થા કરાઈ છે. તમામને એક કીટ અપાશે, જેમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સામેલ હશે. અહીં મેડિકલ ટીમ રાઉન્ડ ધ ક્લોક કામ કરશે. ટીમને 14 દિવસ અહીં રખાશે. ત્યારબાદ તેમનું મોનિટરીંગ કરાશે અને બીજી ટીમ અહીં મુકીશું.
33 વર્ષ બાદ રામાયણના એક સીનને જોઈને રડી પડ્યા વૃદ્ધ થયેલા ‘રાવણ’
અહીં દર્દીઓ દ્વારા ચેપ ન ફેલાય તે માટે બારીકાઈથી કામ કરાયું છે. સેન્ટરમાં દર્દીઓ માટેની લિફ્ટ જુદી રહેશે. ચેપ બહાર ન જાય તેની કાળજી લેવાશે. અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે આ સેન્ટર તૈયાર કર્યું છે. cctvની મદદથી તમામ બાબતોનું ધ્યાન રખાશે. વિજય નહેરાએ જણાવ્યું કે, આજે અમારી આ ફાઈનલ વિઝિટ હતી. હવે અહીં દર્દી લાવવામાં આવશે. આખો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાશે. આખા કેમ્પસને ચારેય તરફથી કોર્ડન કરાશે. અહીં મેડિકલ ટીમમાં એક ડોક્ટર અને એક પેરામેડીકલ સ્ટાફ હાજર રહે.શે એવી 3 ટીમો હશે. 8 થી 10 સ્ટાફથી મેનેજ થાય તેવો પ્રયત્ન છે. સિક્યોરિટી રૂમ 100 મીટર દૂર છે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાંથી એક કેસ આવ્યો છે, ત્યાં રહેતા તમામનું સ્ક્રીનીંગ કરાશે. વધુ કેસો જણાશે તો એ મુજબ પગલાં લેવાશે.
ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે