પીએમ મોદીનો રાષ્ટ્રને સંદેશ- લૉકડાઉન ગયું છે, કોરોના નહીં, બગડવા ન દો સ્થિતિ


કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ છે. આ દરમિયાન પીએમ મોદીએ કોરોનાને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, થોડી બેદરકારી આપણી ખુશી ઓછી કરી શકે છે. 

પીએમ મોદીનો રાષ્ટ્રને સંદેશ- લૉકડાઉન ગયું છે, કોરોના નહીં, બગડવા ન દો સ્થિતિ

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ છે. આ દરમિયાન પીએમ મોદીએ કોરોનાને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, થોડી બેદરકારી આપણી ખુશી ઓછી કરી શકે છે. 

પ્રધામંત્રી મોદીએ કહ્યુ કે, આપણે તે ભૂલવાનું નથી કે લૉકડાઉન ભલે ચાલ્યું ગયું હોય વાયરસ ગયો નથી. છેલ્લા 7-8 મહિનામાં દરેક ભારતીયના પ્રયાસથી ભારતની સ્થિતિ આજે સારી છે. આપણે તેને બગડવા દેવી નથી અને વધુ સુધાર કરવો છે. દેશમાં આજે રિકવરી રેટ સારો છે. 

પીએમ મોદીનો કોરોના પર રાષ્ટ્રના નામે સંદેશ- જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં

પીએમ મોદીએ કહ્યુ કે, દુનિયાના સાધન-સંપન્ન દેશોની તુલનામાં ભારત પોતાના વધુ નાગરિકોના જીવ બચાવવામાં સફળ રહ્યું છે. કોવિડ મહામારી વિરુદ્ધ લડાઈમાં ટેસ્ટની વધતી સંખ્યા આપણી એક તાકાત રહી છે. સેવા પરમો ધર્મઃના મંત્ર પર ચાલતા આપણા ડોક્ટર, નર્સ આટલી મોટી વસ્તીની નિસ્વાર્થ સેવા કરી રહ્યાં છે. આ બધાના પ્રયાસો વચ્ચે આ સમય બેદરકાર થવાનો નથી. આ સમય તે માની લેવાનો નથી કે કોરોના ચાલ્યો ગયો, કે હવે તેનાથી કોઈ ખતરો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news