ગુજરાતમાં કોરોનાથી મોત મામલે સુરતે અમદાવાદને પણ પાછળ છોડ્યું

અમદાવાદ બાદ હોટસ્પોટ બનેલા સુરતની પરિસ્થિતિ અમદાવાદ કરતા પણ બદતર બની રહી છે. ભલે અમદાવાદમાં કોરોના (corona virus) ના પોઝિટિવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો હોય, પરંતુ સુરત (Surat) માં દર્દીઓના મોતનો આંકડો વધી રહ્યો છે. જે ચિંતાજનક બાબત ગણાય. રિપોર્ટ કહે છે કે, અમદાવાદમાં કોરોનાનો મૃત્યુદર ચિંતાજનક નથી, પરંતુ સુરતમાં આ આંકડો ચિંતાજનક છે. સુરતમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 8 સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. અહીં રિકવરી રેટ 24.24 ટકા રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ છે, છતાં મૃત્યુદર ફક્ત 4.6 ટકા રહ્યો છે. જોકે સુરતમાં અત્યાર સુધી ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ 12.12 ટકા અહીં જ જોવા મળ્યો છે. 
ગુજરાતમાં કોરોનાથી મોત મામલે સુરતે અમદાવાદને પણ પાછળ છોડ્યું

ઝી મીડિયા/સુરત :અમદાવાદ બાદ હોટસ્પોટ બનેલા સુરતની પરિસ્થિતિ અમદાવાદ કરતા પણ બદતર બની રહી છે. ભલે અમદાવાદમાં કોરોના (corona virus) ના પોઝિટિવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો હોય, પરંતુ સુરત (Surat) માં દર્દીઓના મોતનો આંકડો વધી રહ્યો છે. જે ચિંતાજનક બાબત ગણાય. રિપોર્ટ કહે છે કે, અમદાવાદમાં કોરોનાનો મૃત્યુદર ચિંતાજનક નથી, પરંતુ સુરતમાં આ આંકડો ચિંતાજનક છે. સુરતમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 8 સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. અહીં રિકવરી રેટ 24.24 ટકા રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ છે, છતાં મૃત્યુદર ફક્ત 4.6 ટકા રહ્યો છે. જોકે સુરતમાં અત્યાર સુધી ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ 12.12 ટકા અહીં જ જોવા મળ્યો છે. 

સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસની સામે મોતનો આંકડો ચિંતાજનક છે. માત્ર 42 કેસ છે અને સામે મોતની સંખ્યા 10 નોંધાઈ છે. કોરોનાના કારણે થતા સૌથી વધુ મૃત્યુ સુરતમાં 12.12 ટકા છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ પણ મૃત્યુદર 4.6 ટકા છે. અમદાવાદમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે. કોરોનાને માત આપવામાં ગાંધીનગર અગ્રેસર છે. સુરતથી નજીકના નવસારી સહિત 13 જિલ્લામાં એક પણ કેસ નહીં.

Breaking : નવા 45 કેસ સાથે ગુજરાતની હેટ્રિક, કુલ 617 પોઝિટિવ કેસ થયા

સુરતમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. લોખાત હોસ્પિટલના બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ માન દરવાજાના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણેય લોકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. સુરત શહેર સહિત જિલ્લામાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે. 

અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરૂ, દર્દીઓ કંટાળે નહિ તે માટે ખાસ આયોજન કરાયું

ગુજરાતમાં કોરોના (corona virus) ના નવા કેસનો આંકડો સામે આવ્યો છે. 14 એપ્રિલના લેટેસ્ટ અપડેટ મુજબ, આજે ગુજરાતમાં નવા 45 કેસ આવ્યા છે. જેમાં અમદાવાદમાં 31 નવા કેસ નોંધાયા છે. ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં માસ્ક પહેરવા ફરજિયાત બનાવી દેવાયા છે. માસ્ક ન પહેરનારને 5000નો દંડ જાહેર કરાયો છે. 

ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news