Lockdown2 News

અમિત ચાવડાનો કોરોના રિપોર્ટ નેગેટિવ, સોનિયા ગાંધીએ ઈમરાન ખેડાવાલાના ખબરઅંતર પૂછ્યા
Apr 18,2020, 16:03 PM IST
વડોદરાનું નાગરવાડા કોરોનાના જીવતા બોમ્બ જેવું બન્યું, 80% કેસ આ જ વિસ્તારના
અમદાવાદ વડોદરા (vadodara) કોરોનાનું હોટસ્પોટ છે. હાલ વડોદરામાં કોરોના (corona virus) ના પોઝિટિવ કેસનો આંકડો 116 પર પહોંચી ગયો છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, વડોદરાના 80 ટકા કેસ માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. બાકીના 20 ટકા કેસોમાં અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યાં છૂટક છૂટક કેસો આવી રહ્યાં છે. કુલ 98 કેસ નાગરવાડા વિસ્તારના છે. આજે વડોદરામાં કોરોના ના વધુ 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 2 નાગરવાડા, 1 કારેલીબાગ, 1 સલાટવાડા અને 1 રાવપુરાના દર્દીઓનો સમાવેશ થાય છે. આજે સલાટવાડામાં પ્રથમ કેસ સામે આવ્યો છે. તો નાગરવાડામાં ફરી નવા કેસ આવ્યા છે. 9 વર્ષના બાળકનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
Apr 15,2020, 16:07 PM IST
સચિવ અશ્વિની કુમારનો ખુલાસો, CM અને ઈમરાન ખેડાવાલા વચ્ચે 15થી 20 ફૂટનું અંતર હતું
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ને કોરોના કેસ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગરનું તંત્ર દોડતું થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે સીએમઓના સચિવ અશ્ચિનીકુમારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદ કોટ વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણી મળ્યા હતા. મુખ્યમંત્રીના નિવાસ્થાને જે મીટીંગ થાય છે તેમાં સોશિયલ ડેસ્ટિનેશનનું પાલન કરવામાં આવે છે. મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે ૧૫થી ૨૦ ફૂટ જેટલું અંતર હતું. જોકે, રાજ્યના ડોક્ટરોની પેનલ દ્વારા સાથે મુખ્યમંત્રી (Gujarat CM) નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યમંત્રીના તમામ પેરામીટર નોર્મલ છે. આજે સાંજે ચાર વાગ્યે તેઓ વીડિયો કોન્ફરન્સથી કેબિનેટની બેઠક હાજરી આપશે. પરંતુ સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને કોઈ મુલાકાતીઓ સાથે મુલાકાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે, આજે સાંજે 4:00 વાગ્યાી કેબિનેટની બેઠક કેન્દ્ર સરકાર દ્વારા ૨૦મી એપ્રિલ પછી તબક્કાવાર લોકડાઉનમાંથી ધીમે ધીમે છૂટછાટ આપી તેની કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પર ચર્ચા વિચારણા કરાશે.
Apr 15,2020, 15:06 PM IST
CM વિજય રૂપાણીનું હેલ્થ ચેકઅપ કરાયું, તબીબોએ સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યાં
Apr 15,2020, 13:41 PM IST
કોંગ્રેસના 3 નેતાઓને કોરોના, ઈમરાન ખેડાવાલા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ ઝપેટમાં
અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાંથી કોરોના (corona virus) ના સતત નવા ચોંકાવનારા અપડેટ સામે આવી રહ્યાં છે. ગઈકાલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ના પોઝિટિવ રિપોર્ટે સૌને ચોંકાવી દીધા હતા. જેના બાદ આજે વધુ એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. જેમાં બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ત્રણ નેતાઓનો કોરોના કેસ પોઝિટિવ નીકળ્યો છે. આ રિપોર્ટની સાથે રાજકીય ખેમામાં ફફડાટ ફેલાયો છે. તો લેટેસ્ટ અપડેટ મુજબ, કાલુપુરના એક જ પરિવારના 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 42 કેસ નોંધાયા છે. 
Apr 15,2020, 13:21 PM IST
માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટના જંગલેશ્વરમાં કોરોના બેકાબૂ
Apr 15,2020, 9:27 AM IST
અમદાવાદનો કોટ વિસ્તાર આજથી BSFના હાથમાં, કરફ્યૂનો ચુસ્તપણે અમલ
Apr 15,2020, 9:33 AM IST
સુરતમાં થઈ મુંબઈવાળી, લોકડાઉન લંબાવાતા રત્ન કલાકારો-પરપ્રાંતીયો અકળાયા, રસ્તા પર હોબ
Apr 15,2020, 8:25 AM IST
ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરમાં બધાનો જીવ ઉંચોનીચો, પણ વાંક કોનો,
ગઈકાલે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ સાથે બેઠક કરીને નીકળનાર કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ના ગણતરીના કલાકોમાં કોરોનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં બધાના જીવ ઉંચાનીચા થઈ ગયા છે. આ સમગ્ર ઘટનામાં એકબીજા પર આંગળી ચીંધાઈ રહી છે. પરંતુ આવામાં વાંક કોનો ગણાય. શું રિપોર્ટનો જવાબ આવ્યા છતા ઈમરાન ખેડાવાલા બહાર નીકળ્યા એમનો કે, પછી ગાંધીનગર (Gujarat) નું આરોગ્ય વિભાગ ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ કાઢ્યો છે તે બાબતે સાવ અજાણ હતું. શું કોઈને ખબર ન હતી કે તેઓનો રિપોર્ટ (corona virus) આવવાનો બાકી છે. તો પછી આ વાતની જાણ કેમ સરકારને મીટિંગ પહેલા કરવામાં આવી ન હતી. જોકે, આ ઘટના બાદ હાલ ગુજરાત ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. 
Apr 15,2020, 8:01 AM IST
લોકડાઉનના 21મા દિવસે રૂપાણી સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્ત્વનો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, એપીએમસી માર્કેટ આવતીકાલથી શરૂ કરવામાં આવશે. સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને કોરોના વાયરસ (corona virus) ની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. જિલ્લા કક્ષાએ એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા રજિસ્ટ્રાર રહેશે. જેના ખેતીવાડી અધિકારી બજાર સમિતિના ચેરમેન વગેરે સભ્યો રહેશે. આ સમિતિ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે સૂચવવામાં આવે છે તેના આધારે નિર્ણય લેશે અને તે વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. 
Apr 14,2020, 14:30 PM IST
અમદાવાદ : સહકાર સોસાયટીના એક જ પરિવારના 7 લોકો કોરોના પોઝિટિવ
અમદાવાદ (Ahmedabad) ના કોરોના કેસના વિવિધ ઝોન મુજબના અપડેટ અને કરાઈ રહેલી કામગીરી વિશે માહિતી આપતા એએમસીના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કુલ ૩૪૬ કેસ થયા છે. જેમાં આજે 31 નવા કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં 9 કેસ નવા આવ્યા છે. માણેકચોક વિસ્તારમાં 5 અને દરિયાપુરમાં 3 નવા કેસ આવ્યા છે. દક્ષિણ ઝોન અગાઉથી જ હોટસ્પોટમાં હતું. અહીં 11 નવા કેસ આવ્યા છે. તો નવા પશ્વિમ ઝોનમાં કેસ નિયંત્રણમાં છે. પશ્વિમ ઝોનમાં સહકાર સોસાયટીના એક પરિવાર ના સાત લોકોનો કોરોના (corona virus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સારા સમાચાર એ છે કે, 15 કલાકમાં કોઈ જ મૃત્યુ થયું નથી. તેમજ 12 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. 
Apr 14,2020, 13:15 PM IST
ગુજરાતમાં કોરોનાથી મોત મામલે સુરતે અમદાવાદને પણ પાછળ છોડ્યું
અમદાવાદ બાદ હોટસ્પોટ બનેલા સુરતની પરિસ્થિતિ અમદાવાદ કરતા પણ બદતર બની રહી છે. ભલે અમદાવાદમાં કોરોના (corona virus) ના પોઝિટિવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો હોય, પરંતુ સુરત (Surat) માં દર્દીઓના મોતનો આંકડો વધી રહ્યો છે. જે ચિંતાજનક બાબત ગણાય. રિપોર્ટ કહે છે કે, અમદાવાદમાં કોરોનાનો મૃત્યુદર ચિંતાજનક નથી, પરંતુ સુરતમાં આ આંકડો ચિંતાજનક છે. સુરતમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 8 સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. અહીં રિકવરી રેટ 24.24 ટકા રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ છે, છતાં મૃત્યુદર ફક્ત 4.6 ટકા રહ્યો છે. જોકે સુરતમાં અત્યાર સુધી ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ 12.12 ટકા અહીં જ જોવા મળ્યો છે. 
Apr 14,2020, 12:39 PM IST

Trending news