અમદાવાદ : સહકાર સોસાયટીના એક જ પરિવારના 7 લોકો કોરોના પોઝિટિવ
અમદાવાદ (Ahmedabad) ના કોરોના કેસના વિવિધ ઝોન મુજબના અપડેટ અને કરાઈ રહેલી કામગીરી વિશે માહિતી આપતા એએમસીના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કુલ ૩૪૬ કેસ થયા છે. જેમાં આજે 31 નવા કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં 9 કેસ નવા આવ્યા છે. માણેકચોક વિસ્તારમાં 5 અને દરિયાપુરમાં 3 નવા કેસ આવ્યા છે. દક્ષિણ ઝોન અગાઉથી જ હોટસ્પોટમાં હતું. અહીં 11 નવા કેસ આવ્યા છે. તો નવા પશ્વિમ ઝોનમાં કેસ નિયંત્રણમાં છે. પશ્વિમ ઝોનમાં સહકાર સોસાયટીના એક પરિવાર ના સાત લોકોનો કોરોના (corona virus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સારા સમાચાર એ છે કે, 15 કલાકમાં કોઈ જ મૃત્યુ થયું નથી. તેમજ 12 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના કોરોના કેસના વિવિધ ઝોન મુજબના અપડેટ અને કરાઈ રહેલી કામગીરી વિશે માહિતી આપતા એએમસીના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કુલ ૩૪૬ કેસ થયા છે. જેમાં આજે 31 નવા કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં 9 કેસ નવા આવ્યા છે. માણેકચોક વિસ્તારમાં 5 અને દરિયાપુરમાં 3 નવા કેસ આવ્યા છે. દક્ષિણ ઝોન અગાઉથી જ હોટસ્પોટમાં હતું. અહીં 11 નવા કેસ આવ્યા છે. તો નવા પશ્વિમ ઝોનમાં કેસ નિયંત્રણમાં છે. પશ્વિમ ઝોનમાં સહકાર સોસાયટીના એક પરિવાર ના સાત લોકોનો કોરોના (corona virus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સારા સમાચાર એ છે કે, 15 કલાકમાં કોઈ જ મૃત્યુ થયું નથી. તેમજ 12 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
Breaking : નવા 45 કેસ સાથે ગુજરાતની હેટ્રિક, કુલ 617 પોઝિટિવ કેસ થયા
તેમણે વધુમાં જણાવ્યું કે, ૧૧૮૫ સેમ્પલ લેવાયા, જે લોકો સામેથી આવ્યા હતા. ૫૪૧૦ સેમ્પલ પ્રો એક્ટીવ થઇ લેવામાં આવ્યા છે. રોજના ૨૦ થી ૨૫ હજાર લોકોનું ૧૩ ચેકપોસ્ટ પર ચેકીંગ કરાઇ રહ્યું છે. ૭૧૯ ટીમોએ ૧,૦૯,૪૭૫ લોકોના ઘરોની મુલાકાત લઇ ૪ લાખ કરતાં વધારે લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. જોકે, નવા વિસ્તારો ઉમેરાતાં કેસની સંખ્યામાં વધારો થશે. એક વ્યક્તિને ચેપ લાગે ત્યારે તેના પરિવારને ચેપ લાગવાની શક્યતા વધારે છે. હાલ માણેકચોકનું કોન્ટેકટ ટ્રેસીંગ થઇ રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાથી મોત મામલે સુરતે અમદાવાદને પણ પાછળ છોડ્યું
વધુમાં માહિતી આપતા કહ્યું કે, ગુલબાઈ ટેકરામાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે કેસ આવ્યા છે તેનો અભ્યાસ કરી ઝોનના અધિકારીઓ નવા વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરેન્ટાઈન બાબતે નિર્ણય લેશે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ન્યુ વેસ્ટ ઝોન-એમા કેસ નિયંત્રણમાં છે. અમદાવાદામાં કુલ ૧૩ વિસ્તાર આઇડેન્ટી ફાઇ થયા છે. બીજા વિસ્તાર આજે સાંજે ઉમેરાશે. ક્લસ્ટર ક્વોરોન્ટાઇન કરવાથી કેસને ફેલાતો અટકાવમાં સફળતા મળી રહી છે. આવનારા દિવસોમાં હજુ કેસોમાં વધારો થશે. કેસમાં વધારો થાય તે ચિંતાજનક નથી, પણ જો કોઇને ચેપ લાગ્યો હોય તે તેને તાત્કાલિક સારવાર આપીએ એ પ્રાથમિકતા છે. કોન્ટેકટ ટ્રેસીંગથી કેસ વધી રહ્યાં છે.
ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે