સુરત સિવિલમાં સિલિંગનો પોપડો કોરોનાના દર્દી પર પડ્યો

સુરતમાં વધી રહેલા કોરોના (corona virus)ના નવા કેસ અને મોતના આંકડા વચ્ચે મોટી ઘટના બની છે. સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડની સિલિંગનો પોપડો અચાનક તૂટી પડ્યો હતો. આ પોપડો કોરોના પોઝિટિવ દર્દીના શરીર પર પડ્યો હતો. જેથી દર્દી ઇજાગ્રસ્ત થયા છે. આજે બપોરે સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારના યુવાનનો કેસ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જેના બાદ 10 થી વધુ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા હતા. 
સુરત સિવિલમાં સિલિંગનો પોપડો કોરોનાના દર્દી પર પડ્યો

ચેતન પટેલ/સુરત :સુરતમાં વધી રહેલા કોરોના (corona virus)ના નવા કેસ અને મોતના આંકડા વચ્ચે મોટી ઘટના બની છે. સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડની સિલિંગનો પોપડો અચાનક તૂટી પડ્યો હતો. આ પોપડો કોરોના પોઝિટિવ દર્દીના શરીર પર પડ્યો હતો. જેથી દર્દી ઇજાગ્રસ્ત થયા છે. આજે બપોરે સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારના યુવાનનો કેસ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જેના બાદ 10 થી વધુ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા હતા. 

લોકડાઉનના 21મા દિવસે રૂપાણી સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્ત્વનો નિર્ણય 

સુરત મનપા કમિશનરે ક્લસ્ટર વિસ્તારોની જાહેરાત કરી છે. મહત્વના જાહેરનામા સાથે જણાવ્યું કે, પોઝિટિવ દર્દીઓના વિસ્તારને ક્લસ્ટર તરીકે જાહેર કરાયો છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી લોકોએ ફરજિયાત ઘરમાં રહેવું પડશે. સુરતમાં કુલ 109555 ઘરના 240482 લોકો હોમ ક્વારેટાઇન કરાયા છે. 

અમદાવાદ : સહકાર સોસાયટીના એક જ પરિવારના 7 લોકો કોરોના પોઝિટિવ 

  • વરાછાના 2990 ઘરમાં રહેતા 12454 લોકો હોમ ક્વારેટાઇન 
  • વેસુ વિસ્તારના 576 ઘરમાં રહેતા 2304 લોકો હોમ ક્વારેટાઇન 
  • લિંબાયત ઝોનના આઝાદનગર અને માન દરવાજા ટેનામેન્ટ ક્લસ્ટર ઝોન જાહેર. બંન્ને વિસ્તારમાં 9774 ઘરના 53336 લોકો હોમ ક્વારેટાઇન.
  • નવસારી બજારના 11915 ઘરના 58542 લોકો હોમ ક્વારેટાઇન કરાયા.
  • શયદપુરાના 4076 ઘરના 14887 હોમ ક્વારેટાઇન.
  • મુગલીસરાના 3224 ઘરના 13959 હોમ ક્વારેટાઇન.
  • રાંદેર વિસ્તારના 77000 ઘરના 85000 લોકો હોમ ક્વારેટાઇન. 

ગુજરાતમાં કોરોનાથી મોત મામલે સુરતે અમદાવાદને પણ પાછળ છોડ્યું

વરાછાના કેટલાક વિસ્તારો ક્લસ્ટર કરાયા. સુરત મહાનગરપાલિકા દ્વારા ક્લસ્ટર કરાયું. જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી હોમ કોરેન્ટાઇલ રહેવાનો આદેશ કરાયો છે. વલ્લભ નગર, ગુરુ નગર, મહેશ્વરી, દલિત વસાહત, ટાંકલી ફળિયાનો પણ તેમાં સમાવેશ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news