KKR vs SRH: ફાઈનલમાં હૈદરાબાદની હારના 5 મોટા કારણ, જાણો કેવી રીતે ટ્રોફી ચૂકી ગયો કમિન્સ

IPL 2024 Final KKR vs SRH: કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2024નું ટાઈટલ જીતી લીધું છે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં કોલકત્તાએ હૈદરાબાદને હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે. 

KKR vs SRH: ફાઈનલમાં હૈદરાબાદની હારના 5 મોટા કારણ, જાણો કેવી રીતે ટ્રોફી ચૂકી ગયો કમિન્સ

5 Reasons Why SRH Lost Final Against KKR: સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024ની ફાઈનલમાં કોલકત્તાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. ફાઈનલ મુકાબલામાં હૈદરાબાદનો આઠ વિકેટે કારમો પરાજય થયો હતો. આ મેચમાં પેટ કમિન્સની આગેવાનીવાળી ટીમ હૈદરાબાદે ઘણી ભૂલ કરી અને તેણે હારનો સામનો કરવો પડ્યો. તો આવો જાણીએ હૈદરાબાદની હારના પાંચ કારણો વિશે...

1. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવી
ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જે ખોટો સાબિત થયો. ટોસ ગાર્યા બાદ કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે આ લાલ માટીની ચિપ છે, જ્યાં તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. કમિન્સ પિચ ઓળખવામાં થાપ ખાય ગયો હતો. 

2. મિચેલ સ્ટાર્ક સામે ફ્લોપ પ્રદર્શન
કોલકત્તાનો મિચેલ સ્ટાર્ક હૈદરાબાદ માટે માથાનો દુખાવો સાબિત થયો. સ્ટાર્કનો સામનો કરવાનો તોડ ન કાઢવો હૈદરાબાદને ભારે પડ્યો. સ્ટાર્કે હૈદરાબાદને પ્રથમ ઝટકો આપતા ખતરનાક અભિષેક શર્માને આઉટ કર્યો હતો. ત્યારબાદ સ્ટાર્કે રાહુલ ત્રિપાઠીને પેવેલિયન પરત મોકલી આવ્યો હતો. 

3. પ્લાન બી ન હોવો
ટૂર્નામેન્ટ દરમિયાન હૈદરાબાદે આક્રમક અંદાજમાં બોલિંગ કરી હતી, પરંતુ ફાઈનલમાં તેને આ ભૂલ ભારે પડી હતી. ટીમની પાસે આક્રમક બેટિંગ સિવાય હીજો કોઈ પ્લાન બી નહોતો. હકીકતમાં ટીમનો કોઈ બેટર એન્કર કરી ન શક્યો અને એક બાદ એક વિકેટ ગુમાવી હતી. હૈદરાબાદ 113 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 

4. બંને ઓપનર્સનું ખરાબ પ્રદર્શન
આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની સફળતાનો શ્રેય તેના બંને ઓપનરોને જાય છે. જ્યારે પણ ટીમે મોટો સ્કોર બનાવ્યો તો ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા આક્રમક બેટિંગ કરતા હતા. પરંતુ પ્લેઓફની ત્રણેય મેચમાં હૈદરાબાદને સારી શરૂઆત મળી નહીં. ફાઈનલમાં પણ બંને ઓપનરો ફ્લોપ રહેતા હૈદરાબાદ મુશ્કેલીમાં મુકાયું હતું. 

5. સારા સ્પિનર્સની કમી
ચેન્નઈની પિચ પર ફાસ્ટ બોલરોની સાથે-સાથે સ્પિનર્સને મદદ કરે છે. ખાસ કરીને લાલ માટીની પિચ પર. લાલ માટીની પિચ પર સ્પિનર્સને ટર્ન મળે છે. પરંતુ હૈદરાબાદ પાસે ક્વોલિટી સ્પિનર્સની કમી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news