Shukrawar Ke Totke: શુક્રવારે આ કામ કરનાર પર વરસે છે માતા લક્ષ્મીનો ક્રોધ, છીનવાય જાય છે ધન-વૈભવ

Shukrawar Ke Totke: માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો તો લગભગ દરેક વ્યક્તિ કરે છે પરંતુ તેમ છતાં ધન પ્રાપ્તિની ઈચ્છા બધા લોકોની પૂરી થતી નથી. તેનું કારણ હોય છે કે તેઓ અજાણતા એવા કેટલાક કામ કરી બેસે છે જે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની બદલે નારાજ કરે છે. ખાસ કરીને શુક્રવારના દિવસે કેટલાક કામ કરવાથી માતા લક્ષ્મીનો ક્રોધ સહન કરવો પડે છે. શાસ્ત્રો અનુસાર શુક્રવારે જો આ કામ કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને જીવનમાં જે ધન હોય છે તે પણ છીનવાઈ જાય છે. 

Shukrawar Ke Totke: શુક્રવારે આ કામ કરનાર પર વરસે છે માતા લક્ષ્મીનો ક્રોધ, છીનવાય જાય છે ધન-વૈભવ

Shukrawar Ke Totke: શાસ્ત્રો અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. તેવી જ રીતે શુક્રવારનો દિવસ ધનના દેવી માતા લક્ષ્મીની આરાધના નો દિવસ છે. કહેવાય છે કે કોઈ વ્યક્તિ ઉપર જો માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો તેના જીવનમાં કોઈ ખામી રહેતી નથી. તે પાણી માંગે તો દૂધ મળે તેવું જીવન જીવે છે. આજ કારણ છે કે દરેક વ્યક્તિ પોતાની રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ના પ્રયાસ કરતો રહે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો તો લગભગ દરેક વ્યક્તિ કરે છે પરંતુ તેમ છતાં ધન પ્રાપ્તિની ઈચ્છા બધા લોકોની પૂરી થતી નથી. તેનું કારણ હોય છે કે તેઓ અજાણતા એવા કેટલાક કામ કરી બેસે છે જે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની બદલે નારાજ કરે છે. ખાસ કરીને શુક્રવારના દિવસે કેટલાક કામ કરવાથી માતા લક્ષ્મીનો ક્રોધ સહન કરવો પડે છે. શાસ્ત્રો અનુસાર શુક્રવારે જો આ કામ કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને જીવનમાં જે ધન હોય છે તે પણ છીનવાઈ જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે શુક્રવારના દિવસે એવા કયા પાંચ કામ છે જે ભૂલથી પણ કરવા નહીં.

શુક્રવારે ન કરો આ કામ

આ પણ વાંચો:

સનાતન ધર્મમાં સાફ-સફાઈને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ખાસ કરીને શુક્રવારના દિવસે તો સાફ સફાઈ અનિવાર્ય હોય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મી ઘરમાં આગમન કરે છે જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મીનો ભાસ થતો નથી તેથી શુક્રવારે ઘરને ગંદુ ન રાખવું.

અપશબ્દોનો ઉપયોગ

માતા લક્ષ્મી અપશબ્દોના ઉપયોગથી પણ નારાજ થઈ જાય છે. જે પણ વ્યક્તિનું આચરણ અને વાણી અશુદ્ધ અને અભદ્ર હોય તેના ઘરમાં પણ લક્ષ્મીજી પ્રવેશ કરતા નથી તેથી કોઈ પણ વ્યક્તિ સાથે ઝઘડો કરવો કે તેને અપશબ્દો કહેવાનું ટાળવું. ખાસ કરીને શુક્રવારે ક્રોધ ઉપર કાબુ રાખવો. 

ઉધાર લેણદેણ

શુક્રવારનો દિવસ ધનના દેવી માતા લક્ષ્મીના ઘરમાં આગમનનો દિવસ ગણાય છે. તેવામાં ભૂલથી પણ કોઈ વ્યક્તિને ઉધાર રૂપિયા આપવા નહીં. જો તમે આર્થિક લઈને શુક્રવારે કરો છો તો કરજનો બોજ વધે છે અને દીધેલું ધન પણ ડૂબી જાય છે તેથી શુક્રવારે નાણાકીય વ્યવહાર કરવાથી બચવું.

આ પણ વાંચો:

કોઈને ન આપો ખાંડ

શુક્રવારના દિવસે કોઈપણ વ્યક્તિને ખાંડ આપી નહીં. આમ કરવાથી કુંડલીમાં શુક્ર ગ્રહ નબળો પડે છે જેના પ્રભાવથી જીવનની સુખ સમૃદ્ધિ ધીરે ધીરે છીનવાઈ જાય છે અને પરિવાર દરિદ્રતા ભોગવે છે.

માસાહાર અને નશો

શાસ્ત્રો અનુસાર છે લોકો માંસાહર કરે છે અથવા તો કોઈ પણ પ્રકારનું નશો કરે છે તેના ઉપર પણ માતા લક્ષ્મીનો ક્રોધ વરસે છે તેથી જેટલી જલ્દી બદલી શકાય એટલી જલ્દી આ આદત બદલી દેવી ખાસ કરીને શુક્રવારના દિવસે ઘરમાં હંમેશા શુદ્ધતા જ રાખવી. 

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news