આ સરળ ઉપાયથી છૂટશે સિગારેટ-આલ્કોહોલની જૂની લત, મળશે 8 મોટા ફાયદાઓ

Home Remedy For Addiction: રસોડાંના મસાલાઓમાં ઘણાં ફાયદાઓ છૂપાયેલા છે, જે સિગારેટ અને આલ્કોહોલની લત છોડાવવામાં મદદ કરે છે. આજે અહીં આવી જ કેટલીક જાણકારી અને સરળ ટિપ્સ વિશે જાણો.

આ સરળ ઉપાયથી છૂટશે સિગારેટ-આલ્કોહોલની જૂની લત, મળશે 8 મોટા ફાયદાઓ

Home Remedy For Addiction: રસોડાંના મસાલાઓમાં ઘણાં ફાયદાઓ છૂપાયેલા છે, જે સિગારેટ અને આલ્કોહોલની લત છોડાવવામાં મદદ કરે છે. અહીં કેટલીક જાણકારી અને સરળ ટિપ્સ વિશે જાણો. લવિંગ એક ફાયદાકારક જડીબુટ્ટી છે, જેના સેવનથી અગણિત ફાયદાઓ મળે છે. પરંતુ તેના લાભો મેળવવા માટે તેનું યોગ્ય રીતે સેવન કરવું ખૂબ જ જરૂરી છે.

જો તમને આલ્કોહોલ કે સ્મોકિંગની આદત હોય અને તેને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા હોવ તો લવિંગ ચૂસવાથી આ આદત છૂટી જશે. હેલ્થ એક્સપર્ટ દ્વારા લવિંગના અલગ અલગ ફાયદાઓ અને તેના ઉપયોગની યોગ્ય રીતે વિશે આપવામાં આવેલી માહિતી વિશે જાણીએ.

આ પણ વાંચો:

​લવિંગના 8 મોટા ફાયદાઃ-

સ્વીટ ખાવાની આદત છૂટશે
આલ્કોહોલની લત છૂટશે
સિગારેટ અને ધૂમ્રપાનની લત છૂટશે
મોંઢાની દુર્ગંધ દુર થશે
દાંતનો દુઃખાવો મટશે
અપચાની સમસ્યા દુર થશે
ફંગલ ઇન્ફેક્શન મટશે
ઉલટી-ઉબકાંથી રાહત મળશે

આ પણ વાંચો:

​લવિંગ ખાવાની યોગ્ય રીત

એક્સપર્ટના કહેવા મુજબ મોંઢામાં લવિંગ રાખીને તેને ધીરેધીરે ચૂસવાનું હોય છે. તેને વધારે સમય સુધી મોંઢામાં રાખીને તેનો રસ ચૂસવાનો પ્રયાસ કરો. તેને તત્કાળ ચાવવા કે ગળી જવાની ભૂલ ના કરો. કારણ કે, લવિંગમાં રહેલા તેલમાં અનેક ગુણો છૂપાયેલા છે, જેને ધીરેધીરે ચૂસીને તેનો ઉપયોગ કરી શકાય છે.

​સ્મોકિંગ-આલ્કોહોલની લત છોડવા

આ ઘરેલૂ ઉપાય મોટાંભાગના લોકો માટે અસરદાર સાબિત થયો છે. પરંતુ કેટલાંક લોકો પર તેનો પ્રભાવ ઓછો જોવા મળે છે, તેથી જ આ ઉપાયની સાથે સાથે ડોક્ટરની સલાહથી ફાયદો લેવો જોઈએ. 

મોંઢામાં 2 લવિંગ રાખીને ચૂસવાના ફાયદાઓ

લવિંગના રસમાં યૂજેનોલ તત્વ રહેલું છે જેમાં એનસ્થેટિક, એનલજેસિક, એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો રહેલા છે, જે અનેક સમસ્યાઓમાં રાહત આપે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news