આ ગુજરાતી કંપનીના સ્ટોકે ઈન્વેસ્ટરોને કર્યા બરબાદ! SEBI ની કાર્યવાહી બાદ 2 દિવસમાં શેરમાં 37 ટકાનો ઘટાડો
Penny Stock Crash: ગુજરાત બેસ્ડ આ કંપનીના પેની સ્ટોકમાં 2017-2018માં માત્ર 516 પબ્લિક ઈન્વેસ્ટરો હતા, જેની સંખ્યા સપ્ટેમ્બર 2024માં 4 લાખને પાર પહોંચી ગઈ છે.
Trending Photos
Mishtann Foods Share Crash: ગુજરાત બેસ્ડ પેની સ્ટોક કંપની Mishtann Foods ના શેરમાં ઘટાડાનો સિલસિલો 9 ડિસેમ્બર 2024ના પણ યથાવત રહ્યો હતો. આજના સેશનમાં સ્ટોક 20 ટકાના ઘટાડા સાથે 10 રૂપિયાથી નીચે 9.94 રૂપિયા પર આવી ગયો છે અને શેરમાં લોઅર સર્કિટ લાગી હતી. સેબીની કાર્યવાહી બાદ ઈન્વેસ્ટરો સતત Mishtann Foods ના શેર વેચી રહ્યાં છે, જેના કારણે તેની કિંમતમાં કડાકો થયો છે.
2 દિવસમાં Mishtann Foods 37 ટકા ઘટ્યો
સોમવાર 9 ડિસેમ્બરે Mishtann Foods નો શેર 20 ટકાના ઘટાડા સાથે 9.94 રૂપિયા પર બંધ થયો હતો. સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી. પાછલા સેશનમજાં આ શેર 12.42 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા બે કારોબારી સત્રમાં શેરની કિંમતમાં 37 ટકાનો ઘટાડો થઈ ગયો છે. 5 ડિસેમ્બરે Mishtann Foods નો શેર 15.52 રૂપિયા પર બંધ થયો હતો અને તે લેવલથી શેરમાં 5.56 રૂપિયાનો ઘટાડો થયો ચે. 6 ફેબ્રુઆરી 2024ના સ્ટોકે 26.36 રૂપિયાનો હાઈ બનાવ્યો હતો અને તે લેવલથી શેરની કિંમતમાં 62 ટકાનો ઘટાડો થયો છે.
કેમ ઘટી રહ્યો છે શેરનો ભાવ
સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ પ્રમોટર અને સીએમડી હિતેશ કુમાર ગૌરીશંકર પટેલ સહિત કંપની સાથે સંકળાયેલી પાંચ સંસ્થાઓને આગામી આદેશ સુધી સિક્યોરિટી માર્કેટમાં વ્યવહાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ લોકો પર નાણાકીય અનિયમિતતા, નકલી વ્યવહારો અને કોર્પોરેટ ગવર્નન્સમાં બેદરકારીનો આરોપ છે. સેબીએ Mishtann Foods પાસેથી નકલી વ્યવહારો દ્વારા દુરઉપયોગ કરાયેલ રૂ. 100 કરોડની વસૂલાતનો આદેશ આપ્યો છે. સેબીએ કંપની પર સાત વર્ષ માટે પબ્લિક ફંડ એકત્ર કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
સેબીએ માંગ્યો જવાબ
તેના આદેશમાં સેબીએ કંપનીને રાઈટ્સ ઈશ્યૂમાંથી ઊભા કરાયેલા 49.82 કરોડ રૂપિયા પાછા લાવવા કહ્યું છે જે ખોટી રીતે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ સિવાય 47.10 કરોડ રૂપિયા પ્રમોટરો અને ડાયરેક્ટરોને કપટપૂર્ણ વ્યવહારો દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સેબીને તેની તપાસમાં જાણવા મળ્યું કે કંપનીએ નાણાકીય વ્યવહારોમાં અતિશયોક્તિ કરીને રોકાણકારો અને નિયમનકારોને ગેરમાર્ગે દોર્યા હતા. સેબીના અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2017-18માં કંપનીના જાહેર શેરધારકોની સંખ્યા માત્ર 516 હતી, જે સપ્ટેમ્બર 2024 સુધીમાં વધીને 4.23 લાખ થઈ ગઈ છે. જુલાઈ-ઓગસ્ટ 2024 દરમિયાન, પ્રમોટરે રૂ. 50 કરોડના શેર વેચ્યા છે અને કંપનીમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે. સેબીએ મિશ્તાન ફૂડ્સના 24 એકમો પાસેથી 21 દિવસમાં સ્પષ્ટતા માંગી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે