White Hair: આ 2 વસ્તુ સાથે કલોંજી લગાડો વાળમાં, હેર કલર વિના સફેદ વાળ થઈ જશે કાળા
White Hair: સફેદ વાળને કાળા કરવા માટે નેચરલ ઉપાયોની મદદ લઈ શકાય છે. જેમાં સૌથી બેસ્ટ રીઝલ્ટ કલોંજી આપે છે. આજે તમને જણાવીએ તમે કેવી રીતે કલોંજીની મદદથી સફેદ વાળને કાળા કરી શકો છો.
Trending Photos
White Hair: વર્તમાન સમયમાં નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. વાળ સફેદ થઈ જાય તેની પાછળ ઘણા કારણ જવાબદાર હોય છે. કેટલીક વખત ખરાબ લાઈફ સ્ટાઈલ તો કેટલીક વખત પ્રદૂષણના કારણે વાળ પર અસર થાય છે. તો વળી કેટલીક વખત જીનેટીક કારણોને લીધે પણ વાળ સફેદ થવા લાગે છે.
જો તમારા વાળ પણ સામાન્ય કારણોને લીધે સફેદ થવા લાગ્યા હોય તો તેને કાળા કરવા માટે નેચરલ ઉપાયોની મદદ લઈ શકાય છે. નેચરલ ઉપાયોમાં કલોંજી સૌથી અસરકારક છે. કલોંજીનો ઉપયોગ ખાસ રીતે કરશો તો વાળને કાળા કરવામાં મદદ મળશે. આજે તમને જણાવીએ કે તમે કલોંજીનો ઉપયોગ કરીને વાળને કેવી રીતે કાળા કરી શકો છો.
કલોંજીથી વાળને થતા ફાયદા
કલોંજીમાં ઘણા બધા મહત્વપૂર્ણ પોષક તત્વ હોય છે. જે વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે અને વાળને કાળા કરવામાં મદદ કરે છે. કલોંજીમાં એવા તત્વ હોય છે જે ફ્રી રેડીકલ્સ અને સ્ટ્રેસ સામે લડવામાં મદદ કરે છે. જેના કારણે વાળની સમસ્યા ઘણી હદે ઘટી જાય છે. કલોંજીનો ઉપયોગ કરવાથી વાળ સ્વસ્થ રહે છે અને સફેદ વાળનો ગ્રોથ પણ અટકવવામાં મદદ મળે છે.
સફેદ વાળને કાળા કરવા કેવી રીતે વાપરવી કલોંજી ?
સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા હોય તો કલોંજીનું તેલ બનાવી લેવું. આ તેલનો ઉપયોગ નિયમિત કરવાથી સફેદ વાળ મૂળથી કાળા થવા લાગે છે. આ તેલ બનાવવા માટે એક વાટકી સરસવના તેલને ગરમ કરો. તેમાં ત્રણ ચમચી કલોંજી અને 10 થી 15 મીઠા લીમડાના પાન પણ ઉમેરો. હવે તેલનો રંગ કાળો થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. તેલનો રંગ બદલી જાય પછી તેને ઠંડુ થવા દો અને કાચની બોટલમાં સ્ટોર કરો. તૈયાર કરેલું તેલ સપ્તાહમાં બેથી ત્રણ વખત વાળમાં લગાડો. આ તેલ લગાડવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે