એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!

Smartphone launched in September 2024:  અમે તમને સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલાં  શાનદાર સ્માર્ટફોન વિશે જણાવીશું. ચાલો જોઈએ કે યાદીમાં કઈ-કઈ કંપનીઓના કયા-કયા મોડલના નામ સામેલ છે.

એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!

Smartphone launched in September 2024: બેસ્ટ સ્માર્ટફોન સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમાં iPhone 16 સિરીઝથી લઈને Galaxy S24 FE સુધીના નામ સામેલ છે. આ સ્માર્ટફોન શાનદાર ફીચર્સ સાથે આવે છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જો તમે લેટેસ્ટ સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો તમને અહીં સંપૂર્ણ માહિતી મળશે. 

આઇફોન 16 સિરિઝ-
એપલે સપ્ટેમ્બરમાં તેની લેટેસ્ટ iPhone 16 સિરીઝ લોન્ચ કરી હતી. આ લાઇનઅપમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max મોડલનો સમાવેશ થાય છે. આ ફોન A18 સિરીઝ ચિપસેટ પર કામ કરે છે અને તમામ મોડલ Apple Intelligenceને સપોર્ટ કરે છે, જેમાં કંપનીના AI ફીચર્સનો સ્યુટ સામેલ છે. બધા iPhone 16 મોડલમાં નવા કેમેરા બટનનો પણ સમાવેશ થાય છે.

Samsung Galaxy S24 FE-
આ એક ફેન એડિશન સ્માર્ટફોન છે જેમાં પ્રીમિયમ ઉપલબ્ધ છે. Galaxy S24 FE Exynos 2400e ચિપસેટ પર કામ કરે છે જે 8GB RAM સાથે જોડાયેલ છે. આ સ્માર્ટફોન 4700mAh બેટરી સાથે આવે છે. સેમસંગે આ ફોનની કિંમત 59,999 રૂપિયા રાખી છે.

Motorola Razr 50-
આ સ્માર્ટફોન ફ્લેગશિપ Motorola Razr 50 સિરીઝનું સ્ટાન્ડર્ડ મોડલ છે. આ ક્લેમશેલ-શૈલીનો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે જે ઘણી અદ્યતન સુવિધાઓ પ્રદાન કરે છે. આ સ્માર્ટફોન Mediatek Dimensity 7300X ચિપસેટ 8 GB RAM અને 2.2 UFS સ્ટોરેજ સાથે જોડાયેલ છે. તેની સૌથી અનોખી વાત એ છે કે આ સ્માર્ટફોન કવર સ્ક્રીન પર AI ફીચર્સ આપે છે.

Vivo V40e-
Vivo V40e, જે સપ્ટેમ્બર 2024 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, તે અગાઉ લોન્ચ કરાયેલ Vivo V40 શ્રેણીનો એક ભાગ છે. Vivo V40e LPDDR4X RAM અને UFS 2.2 ટેક્નોલોજી સાથે જોડી MediaTek Dimensity 7300 ચિપસેટ દ્વારા સંચાલિત છે. આ ફોન 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. આ મિડ-રેન્જ સ્માર્ટફોન છે.

આ સ્માર્ટફોન ઓક્ટોબરમાં લોન્ચ થશે-
હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થયો છે અને ઓક્ટોબર શરૂ થઈ ગયો છે. સપ્ટેમ્બરની જેમ, ઓક્ટોબર મહિનામાં ઘણા સ્માર્ટફોન લોન્ચ થવાની ધારણા છે, જેમાં LAVA Agni 3, Vivo X200 સિરીઝ, Oppo Find X8 સિરીઝ સહિત ઘણા ફ્લેગશિપ રેન્જના સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news