BJP 2024માં 100 બેઠક પર સમેટાઈ જશે?, નીતિશ કુમાર પછી હવે આ નેતાએ કર્યો દાવો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પછી શિવસેનાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 100-110 બેઠકમાં સમેટાઈ જવાનો દાવો કર્યો છે.
Trending Photos
નવી દિલ્લી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પછી શિવસેનાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 100-110 બેઠકમાં સમેટાઈ જવાનો દાવો કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે દેશમાં ભાજપ વિરુદ્ધ લહેર ચાલી રહી છે અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 100-110 બેઠકો ગુમાવી દેશે.
2024માં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે?:
જ્યારે સંજય રાઉતને પૂછવામાં આવ્યું કે વિપક્ષનો વડાપ્રધાનપદનો ચહેરો કોણ હશે? તેના પર તેણે કહ્યું કે તે કોઈ પણ હોઈ શકે છે. જો કે આ સાથે તેમણે દાવો કર્યો કે પીએમનો ચહેરો ભલે ગમે તે હોય, પરંતુ દેશ 2024માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન જોશે તેમાં કોઈ શંકા નથી. સંજય રાઉતે મહારાષ્ટ્રમાં બીજેપી માટે ભારે ઉલટફેર તરફ ઈશારો કરતા કેટલાક સર્વેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આપણે સર્વે પર નિર્ભર રહેવાની જરૂર નથી. કારણ કે જમીની વાસ્તવિકતા સ્પષ્ટપણે સત્તા પરિવર્તન તરફ ઈશારો કરી રહી છે.
મહાવિકાસ આઘાડી કેટલી સીટો જીતશે?
શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રની 2024ની વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (MVA) સાથે એક થઈને લડવાનો અને 288 બેઠકમાંથી 180-185 બેઠકો જીતવાનો દાવો કર્યો. આ સાથે તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં 48 લોકસભા બેઠકોમાંથી MVA ગઠબંધનની 40 બેઠકો જીતવાનો દાવો કર્યો છે.
સંજય રાઉતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સાથે સાથે તમામ કેન્દ્રીય તપાસ એજન્સીઓ જેવી કે ED અને CBI, જેનો દુરુપયોગ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અથવા શિવસેના (UBT) જેવા તમામ વિપક્ષી પક્ષો પર દબાણ લાવવા માટે કરવામાં આવી રહ્યો છે તે પણ બહાર થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે