India Per Capita Income: આ ગરીબ દેશોથી પણ ઓછી કમાણી કરે છે ભારતીય, જાણો કેટલી છે પ્રતિ વ્યક્તિ આવક

India Per Capita Income Nominal: ભારતમાં આવકનો માપદંડ ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં અલગ-અલગ છે. જ્યાં શહેરોમાં લોકોની આવક વધુ છે, જ્યારે ગામોમાં આવક ઓછી થાય છે. તેમ છતાં તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક દુનિયાના ઘણા ગરીબ દેશોથી પણ ઓછી છે. 
 

India Per Capita Income: આ ગરીબ દેશોથી પણ ઓછી કમાણી કરે છે ભારતીય, જાણો કેટલી છે પ્રતિ વ્યક્તિ આવક

નવી દિલ્હીઃ Indian Economy And GDP News: વર્તમાન સમયમાં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુક્યું છે પરંતુ પ્રતિ વ્યક્તિ આવકના મામલામાં ભારત દુનિયાના ઘણા ગરીબ દેશોથી પણ પાછળ છે. પ્રતિ વ્યક્તિ આગકમાં 192 દેશોની ગણતરીમાં ભારતનું સ્થાન 142મું છે. તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર લિસ્ટમાં ભારત, ભૂટાન-અંગોલા અને ઘણા ગરીબ આફ્રિકી દેશોથી પણ નીચે છે. તમે જાણીને ચોકી જશો કે દુનિયામાં જે મોટી અર્થવ્યવસ્થાના દેશો છે, તેમાં સૌથી ઓછી પ્રતિ વ્યક્તિ આવક ભારતના લોકોની છે. 

અમેરિકાથી આટલી ઓછી છે ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક
અમેરિકા-જર્મની જેવા વિકસિત દેશોની તુલનામાં, ભારતની માથાદીઠ આવક અનુક્રમે 17 થી 20 ગણી ઓછી છે, જ્યાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં સરેરાશ વ્યક્તિ વાર્ષિક $80,035 કમાય છે, જ્યારે ભારતમાં સામાન્ય વ્યક્તિની સરેરાશ આવક $2601 છે. જર્મનીની વાત કરીએ તો અહીં સરેરાશ માથાદીઠ આવક ભારત કરતા 20 ગણી વધારે છે. બ્રિટનના લોકોની આવક ભારત કરતા 18 ગણી વધારે છે. જાપાન અને ઈટાલીની વાત કરીએ તો અહીંના લોકો ભારત કરતા 14 ગણા વધુ પૈસા કમાય છે.

ઘણા ગરીબ દેશો કરતા પણ પાછળ છે ભારત
રિપોર્ટમાં ભારતની હાલત એટલી દયનીય છે કે ઘણા ગરીબ દેશો પણ માથાદીઠ આવકના મામલે ભારત કરતા આગળ જોવા મળે છે. તમને જાણીને આંચકો લાગશે કે અંગોલા, વનાતુ અને સાઓ ટોમ પ્રિન્સિપે જેવા ગરીબ દેશોની હાલત ભારત કરતા ઘણી સારી છે. અંગોલાની માથાદીઠ આવક $3205 છે, વનાતુની માથાદીઠ આવક $3188 છે જ્યારે સાઓ ટોમ પ્રિન્સિપેની માથાદીઠ આવક $2696 છે. ભારતનું લક્ષ્ય છે કે વર્ષ 2047 સુધીમાં તે પોતાને વિકસિત દેશોની શ્રેણીમાં જોવા માંગે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારતે તેની માથાદીઠ આવક $13,000 જાળવી રાખવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news