જામનગરની નામાંકિત ખાનગી સ્કૂલના આચાર્યએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, જાણો શું છે સમગ્ર ઘટના?

જામનગરમાં વિદ્યાર્થિની પર કુકર્મ આચરનાર લંપટ Ex પ્રિન્સિપાલ પોલીસની શકંજામાં, 6 દિવસના રિમાન્ડ મંજૂર, લંપટ શિક્ષકને વડોદરા ખાતેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરની નામાંકિત ખાનગી સ્કૂલના આચાર્યએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, જાણો શું છે સમગ્ર ઘટના?

મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે, ત્યારે જામનગર શહેરની ખાનગી શાળાના આચાર્યએ એક 15 વર્ષની સગીરા વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે આ લંપટ આચાર્ય વિરુદ્ધ જામનગર શહેરનાના સીટી-બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના દિવસોમાં જ લંપટ શિક્ષકને વડોદરા ખાતેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરની એક ખાનગી શાળાના પૂર્વ પ્રિન્સિપાલે શાળામાં જ અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે લંપટ આચાર્યને વડોદરાથી ઝડપી પાડ્યો છે. આચાર્યને ગઈકાલે સાંજે જામનગર કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

જામનગરની એક ખાનગી શાળામાં ચાર વર્ષ પહેલા આચાર્ય તરીકે નોકરી કરતા મનીષ બુચ નામના આચાર્યએ પોતાની જ શાળામાં અભ્યાસ કરતી એક 15 વર્ષીય વિદ્યાર્થિની પર અવારનાવર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે તાજેતરમાં જામનગરની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આચાર્ય મનીષ બુચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી.

જામનગર પોલીસે મનીષ બુચ સામે ગુનો નોંધ્યા બાદ શોધખોળ હાથ ધરી હતી. જેનું લોકેશન વડોદરામાં મળી આવતા જામનગર અને વડોદરા પોલીસે મળી વડોદરામાંથી મનીષ બુચને ઝડપી પાડ્યો હતો અને પોલીસ જામનગર લાવી હતી. મનીષ બુચને ગઈકાલે સાંજે 14 દિવસના રિમાન્ડની માગ સાથે જામનગર કોર્ટમાં રજૂ કરતા જામનગર કોર્ટે લંપટ પ્રિન્સિપાલના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news