ગેસ્ટહાઉસથી રાહુલ અને પ્રિયંકાને છોડવામાં આવ્યા, બંન્ને નેતા દિલ્હી રવાના

પોલીસ સાથે ઘર્ષણની ઘટના બાદ પાર્ટીએ કેટલીક તસવીરો જારી કરી અને દાવો કર્યો કે, ઉત્તર પ્રદેશ પોલીસે રાહુલ ગાંધીને રોકવા માટે તેમની સાથે ધક્કામુકી કરી જેથી તેઓ જમીન પર પડી ગયા. 
 

ગેસ્ટહાઉસથી રાહુલ અને પ્રિયંકાને છોડવામાં આવ્યા, બંન્ને નેતા દિલ્હી રવાના

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી  (Priyanka Gandhi Vadra)ને પોલીસે ગુરૂવારે ગેંગરેપની પીડિતાના પરિવારની મુલાકાત માટે હાથરસ (Hatras) જતા પહેલા ગ્રેટર નોઇડામાં યમુના એક્સપ્રેસ-વે પર રોકી લીધા હતા. પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. ત્યાં તેમને ગેસ્ટ હાઉસ લાવવામાં આવ્યા. હવે રાહુલ-પ્રિયંકાને થોડી દેવામાં આવ્યા છે અને બંન્ને નેતા દિલ્હી માટે રવાના થઈ ગયા છે. 

આ પહેલા બંન્ને નેતાઓએ રાજ્યમાં જંગલરાજ હોવા અને પોલીસ દ્વારા બળપ્રયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમને અહંકારી સરકારનો બળપ્રયોગ રોકી શકે નહીં. 

— Congress (@INCIndia) October 1, 2020

રાહુલ ગાંધીની થઈ ધરપકડ
પોલીસે રાહુલ ગાંધીને કહ્યું કે અમે તમને આગળ જવા નહીં દઈએ. તમારી ધરપકડ કરી રહ્યા છીએ. રાહુલે પોલીસને કહ્યું કે હું એકલો જવા માંગુ છું. જેના પર પોલીસે કહ્યું કે તમારી કલમ 188 હેઠળ ધરપકડ કરીએ છીએ. પોલીસે કહ્યું કે કલમ 188 હેઠળ તમે ભીડ સાથે જઈ શકો નહીં. રાહુલ ગાંધીએ પોલીસને પૂછ્યું કે હાથરસના પીડિત પરિવારને અમે કેમ ન મળી શકીએ?

હાથરસ જતા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોગી સરકાર પર ટ્વીટ કરીને હુમલો કર્યો. તેમણે કહ્યું કે હાથરસમાં અન્યાય થઈ રહ્યો છે. પરિવાર તપાસથી સંતુષ્ટ નથી. પ્રિયંકાએ યોગી સરકાર પર પીડિત પરિવારને ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો છે. પ્રિયંકાએ કહ્યું કે યુપી સરકાર પરિવારને ચૂપ કરાવવા માંગે છે. 

— Congress (@INCIndia) October 1, 2020

નોંધનીય છે કે ગત 14 સપ્ટેમ્બરના રોજ હાથરસ જિલ્લાના ચંદપા પોલીસ સ્ટેશન હદના એક ગામની 19 વર્ષની અનુસૂચિત જાતિની યુવતી સાથે અત્યંત ક્રૂરતા આચરવામા આવી. તેની કરોડને ઈજા થઈ અને જીપ કપાવવાના કારણે પહેલા અલીગઢની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરાઈ અને તબિયત બગડતા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અહીં મંગળવારે તેનું મૃત્યુ થયું. આ ઘટનાને લઈને દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news