સંશોધનઃ કોરોના વાયરસથી પીડિત વૃદ્ધોમાં વધી રહ્યો છે કાર્ડિયાક અરેસ્ટનો ખતરો


શોધકર્તાઓનું કહેવું છે કે કોરોના વાયરસ (કોવિડ-19) ગંભીર રૂપથી પીડિત લોકોમાં કાર્ડિયાક અરેસ્ટનો ખતરો જોવા મળ્યો છે. આ ખતરો સૌથી વધુ 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્દીઓમાં જોવા મળી રહ્યો છે. 

સંશોધનઃ કોરોના વાયરસથી પીડિત વૃદ્ધોમાં વધી રહ્યો છે કાર્ડિયાક અરેસ્ટનો ખતરો

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને દુનિયાભરના તમામ દેશ નવા-નવા સંશોધન કરી રહ્યાં છે. ઘણા દેશ તો કોરોના વાયરસની વેક્સિન શોધવાની ખુબ નજીક છે. તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી વર્ષ સુધી કોરોના વાયરસની વેક્સિન બજારમાં ઉપલબ્ધ હશે. 

શોધકર્તાઓનું કહેવું છે કે કોરોના વાયરસ (કોવિડ-19) ગંભીર રૂપથી પીડિત લોકોમાં કાર્ડિયાક અરેસ્ટનો ખતરો જોવા મળ્યો છે. આ ખતરો સૌથી વધુ 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્દીઓમાં જોવા મળી રહ્યો છે. અભ્યાસમાં આ નિષ્કર્ષ તે કોરોના દર્દીઓની દેખરેખ પર વધુ ધ્યાન આપવામાં મદદ મળી શકે છે, જેની સ્થિતિ ખુબ ગંભીર હોય છે. 

કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. ત્વરીત સારવાર ન થવા પર મોત પણ થઈ શકે છે. બીએમજે પત્રિકામાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ આ નિષ્કર્ષ ગંભીર રૂપથી સંક્રમિત 18 વર્ષથી વધુની ઉંમરના 5019 લોકો પર કરાયેલા અભ્યાસના આધારે કાઢ્યું છે. તેને અમેરિકાની 68 હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પહેલા કોરોના અને હવે 'બ્લેક ડેથ', ચીનમાં ફરી રોગચાળો ફાટી નીકળે તેવી આશંકા, દુનિયા ભયભીત

અભ્યાસના પરિણામથી જાહેર થાય છે કે આઇસીયૂમાં દાખલ કરાયાના 14 દિવસની અંદર 14 ટકા એટલે કે 701 દર્દીઓએ કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટનો કામનો કરનાર વૃદ્ધ લોકો હતા. ગંભીર રૂપથી પીડિત લોકોમાં કાર્ડિયાક અરેસ્ટનો ખતરો સામાન્ય રીતે રહે છે. તેવા લોકોમાં બચવાની સંભાવના પણ ઓછી રહે છે. પરંતુ અભ્યાસના આ પરિણામથી ગંભીર મામલામાં આ પ્રકારના ખતરાને ટાળવામાં મદદ મળી શકે છે. 

હકીકતમાં જે લોકો કોરોના વાયરસથી ગંભીર રૂપથી સંક્રમિત થાય છે, તેને શ્વાસ લેવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ કારણે દર્દીઓને ઓક્સીજન પણ આપવામાં આવે છે. ત્યારે તેનો જીવ બચે છે. બાકી મૃત્યુની શક્યતા વધી જાય છે. શ્વાસ લેવાની સમસ્યાને કારણે તેના ફેફસા પર પણ અસર પડે છે. તેવામાં હાર્ટ એટેક મોતનું કારણ બને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news