Kerala Temples: કેરલના મંદિરોમાં હવે નહી ચઢે આ ફૂલ, બની રહ્યા હતા મોતનું કારણ

Arali Flowers in Kerala Temples:  કેરલના મોટાભાગના મંદિરોના મેનેજમેન્ટ બોર્ડે એક નિર્ણય લેતાં મંદિરોમાં કરેણના ફૂલ (Oleander) નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 
 

Kerala Temples: કેરલના મંદિરોમાં હવે નહી ચઢે આ ફૂલ, બની રહ્યા હતા મોતનું કારણ

Arali Flower banned: કેરળના મોટાભાગના મંદિરોમાં મેનેજમેન્ટ દ્વારા બે પ્રમુખ દેવાસ્વોમ બોર્ડે મંદિરોમાં કરેણના ફૂલ (Oleander) નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. મંદિરોમાં આ ફૂલોના ઉપયોગ ભગવાનને અર્પણ કરવામાં આવતા નૈવેધના રૂપમાં થાય છે. ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડ (ટીડીબી) અને માલાબર દેવાસ્વોમ બોર્ડે આ ફૂલોની ઝેરીલી પ્રકૃતિના લીધે ઉપયોગ બેન કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડે કહ્યું કે આ ફૂલોથી મનુષ્યો અને જાનવરોને નુકસાન પહોંચાડી શકે છે. 

ચઢશે તુલસીની મંજરી
ટીડીબીના અધ્યક્ષ પી એસ પ્રશાંતે બોર્ડની બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 'ટીડીબીના અંતગર્ત નૈવેધ (ઇશ્વરને ચઢાવનાર પદાર્થ) અને પ્રસાદમાં કરેણના ફૂલ (Oleander) ના ઉપયોગથી સંપૂર્ણપણે બચવાનો નિર્ણય લીધો છે. તેમછતાં તુલસી (ની મંજરી), થેચી (ઇક્સોરા), ચમેલી અને ગુલાબ જેવા અન્ય ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે. 

તો બીજી તરફ માલાબાર દેવાસ્વોમ બોર્ડના અધ્યક્ષ એમ આર મુરલીએ કહ્યું કે અધિકાર ક્ષેત્રના અંતગર્ત આવનાર 1,400થી વધુ મંદિરોમાં અનુષ્ઠાનો દરમિયના કરેણના ફૂલ (Oleander) નો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

ઝેરી હોય છે કરેણના ફૂલ
મુરલીએ કહ્યું, 'આમ તો મંદિરોમાં કરેણના ફૂલ (Oleander) નો ઉપયોગ વધુ કરવામાં આવતો નથી. પરંતુ ભક્તોની સુરક્ષાને જોતાં તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ ફૂલમાં ઝેરીલા પદાર્થ હોય છે. 

કરેણાના પાંદડા ખાવાથી થયું હતું મોત
સૂત્રોના અનુસાર આ નિર્ણય અલપ્પુઝા અને પથાનામથિટ્ટામાં સામે આવેલી ઘણી ઘટનાઓ બાદ લેવામાં આવ્યો છે. અલાપ્પુઝામાં એક મહિલાનું કરેણના ફૂલ (Oleander) ખાવાથી મોત થયું હતું. તો બીજી તરફ 2 દિવસ પહેલાં પથાનામથિટ્ટામાં કરેણના ફૂલ (Oleander) પાંદડા ખાવાથી એક ગાય અને વાછરડાના મોતના પણ સમાચાર આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news