ગુજરાતની 9 બેઠકો પર સટ્ટાબજારના ભાવ ખૂલ્યા, આ સીટો પર છે જબરદસ્ત કાંટાની ટક્કર

Satta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર ભાજપને વન વે જીતાડી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની વિવાદિત સીટોના ભાવ ખોલ્યા 

ગુજરાતની 9 બેઠકો પર સટ્ટાબજારના ભાવ ખૂલ્યા, આ સીટો પર છે જબરદસ્ત કાંટાની ટક્કર

Loksabha Election 2024 દિવ્યેશ જોશી/રાજકોટ : ગુજરાતમાં ઓછા મતદાન વચ્ચે સટ્ટાબજારમાં લોકસભાની નવ બેઠકના ભાવ બુકી બજારે ખોલ્યા છે. આ બેઠકો પર જીતના ક્ષત્રિયો અને કોંગ્રેસે મસમોટા દાવાઓ કર્યા છે. સટ્ટા બજાર અહીં ભાજપને ફેવરિટ ગણાવી રહ્યું છે. ભલે રાજસ્થાનમાં ફલૌદી બજારમાં એનડીએની સીટો ઘટાડવાનો ભાવ ચાલી રહ્યો છે પણ સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર ભાજપને વન વે જીતાડી રહ્યું છે. સટ્ટા બજારે જે સીટોના ભાવ ખોલ્યા છે એ ગુજરાતની વિવાદીત સીટો છે. જ્યાં હાલમાં ભાજપને નુક્સાન થવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં 60 ટકા મતદાન વચ્ચે સંગઠન કાગળ પરનું વાઘ સાબિત થયું છે. 1.91 કરોડ ગુજરાતીઓ મતદાન સુધી પહોંચ્યા નથી. ભાજપ સંગઠનના તમામ આયોજનો માત્ર કાગળ પર રહ્યાં છે. મસમોટા મંત્રીઓ અને નેતાઓના મત વિસ્તારમાં 55 ટકાની આસપાસ મતદાન સાબિત કરી રહ્યું છે કે ભાજપના કાર્યકરો મતદારોને બુથ સુધી લાવવામાં સફળ રહ્યાં નથી. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે સંકલન સમિતિએ પણ આ 9 બેઠકોમાંથી ભાજપ 7 હારી રહ્યું હોવાના દાવાઓ કર્યા છે. કોંગ્રેસને પણ આ બેઠકો પર પરિવર્તન થવાની આશા છે. જેને પગલે ગુજરાતનું સટ્ટા બજાર પણ સક્રિય થઈ ગયું છે. સૌરાષ્ટ્રના સટ્ટા બજારે રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, જામનગર, પાટણ, બનાસકાંઠા અને આણંદ બેઠકના ભાવ ખુલ્યા છે. બુકી બજારના મતે આ નવ બેઠક ઉપર ભાજપ ફેવરિટ છે. બુકી બજારના મતે પોરબંદર સીટ સૌથી વધુ સુરક્ષિત છે. પાટણ અને બનાસકાંઠા બેઠક ઉપર મૂકી બજારના મતે રસાકસી રહે તેવી શક્યતા છે.

બેઠક મુજબ ઉમેદવારનું ભાવ લિસ્ટ

  • રાજકોટ , પરસોતમ રૂપાલા ભાજપ (૭ પૈસા ફેવરિટ) 
  • આણંદ, મિતેશ પટેલ ભાજપ (૩૦પૈસા ફેવરિટ)
  • બનાસકાંઠા, રેખાબેન ચૌધરી ભાજપ (૨૫ પૈસા ફેવરિટ)
  • જામનગર, પૂનમબેન માડમ (૧૦પૈસા ફેવરિટ)
  • ભાવનગર, નિમુબેન બાંભણિયા (૧૦ પૈસા ફેવરિટ)
  • પોરબંદર મનસુખ માંડવીયા (૩પૈસા ફેવરિટ)
  • જૂનાગઢ, રાજેશ ચુડાસમા (૧૫ પૈસા ફેવરિટ)
  • સુરેન્દ્રનગર, ચંદુભાઈ સિહોરા (૧૦ પૈસા ફેવરિટ)
  • પાટણ, ભરતસિંહ ડાભી (૨૦ પૈસા ફેવરિટ)

આ વર્ષે વહેલું આવશે ચોમાસું, અખાત્રીજનો પવન જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી

હાર જીતનું ગણિત, બેઠક મુજબ ઉમેદવારનું ભાવ લિસ્ટ

1. રાજકોટ , પરસોતમ રૂપાલા ભાજપ (૭ પૈસા ફેવરિટ) 
જીત:- પરસોતમ રૂપાલાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ બાંધવામાં આવે તો 7,000 રૂપિયા મળે
હાર:- પરસોતમ રૂપાલાની હાર માટે ૧૨ પૈસા ભાવ છે જેમાં કોઈ હાર માટે એક લાખ રૂપિયાનો દાવ રમે અને પરસોતમ રૂપાલા જીતી જાય તો સટો લગાડનારને ૧૨ હજારની નુકસાની થાય અને હારી જાય તો એક લાખ રૂપિયાની આવક થાય

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 10, 2024

 

2. આણંદ, મિતેશ પટેલ ભાજપ (૩૦પૈસા ફેવરિટ)
જીત:- મિતેશ પટેલની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ 30,000 હજાર રૂપિયા મળે અને મિતેશ પટેલની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય
હાર:- મિતેશ પટેલની હાર માટેનો ભાવ 40 પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ મિતેશ પટેલની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને મિતેશ પટેલની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ મિતેશ પટેલ જીતી જાય તો સટ્ટો રમનારને 40,000ની નુકસાની થાય

3. બનાસકાંઠા, રેખાબેન ચૌધરી ભાજપ (૨૫ પૈસા ફેવરિટ)
જીત:- રેખાબેન ચૌધરીની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૨૫,000 હજાર રૂપિયા મળે અને રેખા ચોધરીની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય
હાર:- રેખા ચોધરીની હાર માટેનો ભાવ ૩૫ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ રેખા ચૌધરીની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને રેખા ચૌધરીની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ રેખા ચૌધરી જીતી જાય તો સટ્ટો રમનારને ૩૫,૦૦૦ની નુકસાની થાય

4. જામનગર, પૂનમબેન માડમ (૧૦પૈસા ફેવરિટ)
જીત:- પુનમબેન માડમની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૧૦,000 હજાર રૂપિયા મળે અને પુનમબેન માડમની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય
હાર:- પુનમબેન માડમની હાર માટેનો ભાવ ૨૦ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ પુનમબેન માડમની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને પુનમબેન માડમની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ  પુનમબેન માડમ જીતી જાય તો સટ્ટો રમનારને ૨૦,000ની નુકસાની થાય

5. ભાવનગર, નિમુબેન બાંભણિયા (૧૦ પૈસા ફેવરિટ)
જીત:- નિમુબેન બાંભણિયાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૧૦,૦૦૦ હજાર રૂપિયા મળે અને નિમુબેન બાંભણિયાની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય
હાર:- નિમુબેન બાંભણિયાની હાર માટેનો ભાવ ૨૦ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ નિમુબેન બાંભણિયાની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને નિમુબેન બાંભણિયાની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ નિમુબેન બાંભણિયા જીતી જાય તો સટ્ટો રમનારને ૨૦,૦૦૦ની નુકસાની થાય

6. પોરબંદર મનસુખ માંડવીયા (૩પૈસા ફેવરિટ)
જીત:- મનસુખ માંડવીયાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૩,૦૦૦ હજાર રૂપિયા મળે અને મનસુખ માંડવીયાની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય
હાર:- મનસુખ માંડવીયાની હાર માટેનો ભાવ ૦૭ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ મનસુખ માંડવીયાની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને મનસુખ માંડવીયાની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ મનસુખ માંડવીયા જીતી જાય તો સટ્ટો રમનારને ૭,૦૦૦ની નુકસાની થાય

7. જૂનાગઢ, રાજેશ ચુડાસમા (૧૫ પૈસા ફેવરિટ)
જીત:- રાજેશ ચુડાસમાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૧૫,૦૦૦ હજાર રૂપિયા મળે અને રાજેશ ચુડાસમાની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય
હાર:- રાજેશ ચુડાસમાની હાર માટેનો ભાવ ૨૫ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ રાકેશ ચુડાસમાની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને રાજેશ ચુડાસમાની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ રાકેશ ચુડાસમા જીતી જાય તો સટ્ટો રમનારને ૨૫,૦૦૦ની નુકસાની થાય

8. સુરેન્દ્રનગર, ચંદુભાઈ સિહોરા (૧૦ પૈસા ફેવરિટ)
જીત:- ચંદુભાઈ સિહોરાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૧૦,૦૦૦ હજાર રૂપિયા મળે અને ચંદુભાઈ સિહોરાની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય
હાર:- ચંદુભાઈ સિહોરાની હાર માટેનો ભાવ ૨૦ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ ચંદુભાઈ સિહોરાની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને ચંદુભાઈ સિહોરાની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ ચંદુભાઈ સિહોરા જીતી જાય તો સટ્ટો રમનારને ૨૦,૦૦૦ની નુકસાની થાય

9. પાટણ, ભરતસિંહ ડાભી (૨૦ પૈસા ફેવરિટ)
જીત:- ભરતસિંહ ડાભીની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૨૦,૦૦૦ હજાર રૂપિયા મળે અને ભરતસિંહ ડાભીની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય
હાર:- ભરતસિંહ ડાભીની હાર માટેનો ભાવ ૩૦ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ ભરતસિંહ ડાભીની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને ભરતસિંહ ડાભીની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ  ભરતસિંહ ડાભી જીતી જાય તો સટ્ટો રમનારને ૩૦,૦૦૦ની નુકસાની થાય

નોંધ:- બ્લુ બોક્સ છે તે દરેક ઉમેદવાર માટેનો ફેવરિટ ભાવ છે ઉદાહરણ તરીકે રાજકોટ બેઠક પરથી પરસોતમ રૂપાલાનો ભાવ ૧.૦૭ ખોલવામાં આવ્યો છે. તો તેમાંથી રૂપાલાની જીત ઉપર કોઈપણ વ્યક્તિ એક લાખ રૂપિયાનો દાવ બાંધશે તો તેને ૭,૦૦૦ રૂપિયા મળશે અને રૂપાલાની હાર થશે તો તેના એક લાખ રૂપિયા જશે....અને ગુલાબી બોક્સ એટલે કે ફેવરિટ ઉમેદવારની હાર માટેનો ભાવ છે જેમાં ઉદાહરણ તરીકે પરસોતમ રૂપાલા નો ભાવ ૧.૧૨ પૈસા છે જેમાં રૂપાલા ની હાર માટે ૧૨,૦૦૦ ની સામે એક લાખ રૂપિયા મળે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news