મહારાષ્ટ્ર: BJP નો પ્લાન 'B' તૈયાર, NCP કે શિવસેનાની મદદ વગર જ બનાવી લેશે સરકાર!

મહારાષ્ટ્રમાં શિવસેના અઢી વર્ષ માટે પોતાના મુખ્યમંત્રીની માગણી પર મક્કમ છે. આવામાં ભાજપે સરકાર બનાવવા માટે પ્લાન બી તૈયાર કરી લીધો છે.

મહારાષ્ટ્ર: BJP નો પ્લાન 'B' તૈયાર, NCP કે શિવસેનાની મદદ વગર જ બનાવી લેશે સરકાર!

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના અઢી વર્ષ માટે પોતાના મુખ્યમંત્રીની માગણી પર મક્કમ છે. આવામાં ભાજપે સરકાર બનાવવા માટે પ્લાન બી તૈયાર કરી લીધો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય કાકડેએ દાવો કર્યો છે કે શિવસેનાના 56માંથી 45 ધારાસભ્યો અલગ પાર્ટી બનાવીને ભાજપને સપોર્ટ કરવા માટે તૈયાર છે. ઝી મીડિયાની ચેનલ 24 તાસના ડિબેટ શોમાં કાકડેએ દાવો કર્યો કે શિવસેનાના 56માંથી 45 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેઓ ફોન કરી રહ્યાં છે અને સરકાર બનાવવા માટે ભલામણ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે ભાજપ તેમનો સપોર્ટ લઈ લે. જેને ભાજપના 'પ્લાન બી' હેઠળ પ્રેશર પોલીટિક્સ તરીકે જોવામાં આવી રહ્યું છે. 

ભાજપે નક્કી કરી લીધુ છે કે તે શિવસેનાની શરતો આગળ નમશે નહીં. આ સાથે જ શિવસેના સામે 31 ઓક્ટોબર સુધી સમયમર્યાદા નક્કી કરી લીધી છે. આ સમયમર્યાદાની અંદર જો શિવસેના નહીં માને તો ભાજપ પ્લાન બી અજમાવશે. 

પ્લાન બી હેઠળ ભાજપે નક્કી કર્યું છે કે શિવસેનાની સાથે કે શિવસેના વગર તે રાજ્યપાલ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. આ સાથે જ પોતાની જોડે નાની પાર્ટીઓ અને અપક્ષોના સમર્થન લેટર પણ લઈ જશે. 

જુઓ LIVE TV

આ બાજુ શિવસેના તો હજુ પોતાના સ્ટેન્ડ પણ મક્કમ છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે 'અહીં કોઈ દુષ્યંત નથી કે જેના પિતા જેલમાં છે. અહીં અમે છીએ જે ધર્મ અને સત્યનું રાજકારણ રમીએ છીએ'. એટલું જ નહીં તેમણે એનસીપીના ભાજપ સાથે જવાના સમીકરણ પર કહ્યું કે 'શરદ પવાર એ નેતા છે જેમણે કોંગ્રેસ અને ભાજપ વિરુદ્ધ માહોલ બનાવ્યો. તેઓ ક્યારેય ભાજપ સાથે જશે નહીં.'

રાઉતે એમ પણ કહ્યું કે શિવસેના વિકલ્પો પર હાલ વિચાર કરતી નથી. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમારી પાસે અન્ય વિકલ્પો પણ છે પંરતુ અમે તેના પર કામ કરવાનું પાપ કરી શકીએ નહીં. શિવસેનાએ હંમેશા સત્યની રાજનીતિ કરી છે અને અમે સત્તાના ભૂખ્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news