જસ્ટિસ બોબડે બનશે સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ, 18 નવેમ્બરે લેશે પદના શપથ

રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના જજ એસએ બોબડેને સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ નિયુક્ત કર્યા છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બર 2019ના રોજ ચીફ જસ્ટિસ પદના શપથ લેશે. જસ્ટિસ બોબડે સુપ્રીમ કોર્ટમાં હાલ ચીફ જસ્ટિસ બાદ સૌથી વરિષ્ઠ જજ છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમનો કાર્યકાળ 18 મહિનાનો રહેશે. તેઓ 23 એપ્રિલ 2021 સુધી મુખ્ય ન્યાયાધીશના પદ પર રહેશે. 
જસ્ટિસ બોબડે બનશે સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ, 18 નવેમ્બરે લેશે પદના શપથ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના જજ એસએ બોબડેને સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ નિયુક્ત કર્યા છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બર 2019ના રોજ ચીફ જસ્ટિસ પદના શપથ લેશે. જસ્ટિસ બોબડે સુપ્રીમ કોર્ટમાં હાલ ચીફ જસ્ટિસ બાદ સૌથી વરિષ્ઠ જજ છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમનો કાર્યકાળ 18 મહિનાનો રહેશે. તેઓ 23 એપ્રિલ 2021 સુધી મુખ્ય ન્યાયાધીશના પદ પર રહેશે. 

જુઓ LIVE TV

જસ્ટિસ બોબડે 12 એપ્રિલ 2013ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ પામ્યા હતાં. સુપ્રીમ કોર્ટમાં આવ્યાં પહેલા જસ્ટિસ બોબડે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદ પર હતાં. હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ રિટાયર થઈ રહ્યાં છે. રિટાયરમેન્ટ પહેલા જસ્ટિસ રંજન ગોગોઈની પાંચ જજોની બેન્ચ અયોધ્યા મામલે ચુકાદો આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news