ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાશે ટી-20 ક્રિકેટ મેચ, સૌરાષ્ટ્રમાં તડામાર તૈયારીઓ

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 7 નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ યોજાવા જઇ રહ્યો છે. જેને લઇ આગામી 31 ઓક્ટોબરથી ટિકિટનુ વેચાણ શરૂ કરવામાં આવશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાશે ટી-20 ક્રિકેટ મેચ, સૌરાષ્ટ્રમાં તડામાર તૈયારીઓ

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 7 નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ યોજાવા જઇ રહ્યો છે. જેને લઇ આગામી 31 ઓક્ટોબરથી ટિકિટનુ વેચાણ શરૂ કરવામાં આવશે. તો સાથે જ બાંગ્લાદેશની ટિમ પ્રથમ વખત રાજકોટ આવી રહી છે. ત્યારે મેચને યાદગાર બનાવવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 7મી તારીખના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ યોજાવા જઇ રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા મેચની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ખાસ કરી રાજકોટમાં જ્યારે મેચ યોજાવનો હોય ત્યારે સૌરાષ્ટ્ર ભરમાંથી ક્રિકેટ રસિકો મેચ જોવા આવતા હોય છે. આગામી મેચને લઇ ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને 31 ઓક્ટોબરથી ફિઝિકલ એટલે કે સ્ટેડિયમ ઉપરાંત શહેરમાં અલગ-અલગ 3 જગ્યાએ ટિકિટ વેચાણ શરૂ કરવામાં આવશે.

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ અગાઉ પણ ઇન્ટરનેશનલ 6 મેચ અને IPL મેચ યોજાઈ ચુક્યા છે. ત્યારે બાંગ્લાદેશની ટિમ પ્રથમ વખત રાજકોટ આવી રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમનાર રાત્રી ટી-20 મેચને લઈ SCA દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેચ દરમિયાન 200 પોલીસ અને 300 જેટલા પ્રાઇવેટ બાઉનસરો દ્વારા દેખરેખ રાખવામા આવશે. તો સાથે જ આ વર્ષે પણ બેટિંગ પીચ તૈયાર કરવામાં આવી છે. જેને લઇ રનોનો વરસાદ થતો જોવા મળી શકે છે.

હાલ તો SCA દ્વારા આગામી મેચનું ઓનલાઈન ટિકિટ વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ફિઝિકલ ટિકિટનું વેચાણ મેદાન સહિત અલગ-અલગ 4 જગ્યા પર 31 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે જેની કિંમત 400 રૂપિયાથી 4000 સુધી રહેશે. આગામી 4 તારીખના રોજ બન્ને ટિમ રાજકોટ આવી પહોંચશે અને 5, 6 નવેમ્બરના રોજ પ્રેક્ટિસ કરી 7 તારીખના મેચ યોજાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે કારણકે ટી-20 મેચ પૂર્ણ થયા બાદ 17 જાન્યુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ યોજાનાર છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news