વિવાદમાં આવી ગુજરાત યુનિવર્સિટી, આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV,અધ્યાપક સામે નનામી ફરિયાદ
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં સમયાંતરે વિવાદો સામે આવતા રહે છે. હવે આંકડાશાસ્ત્ર વિભાગના એચઓડી સામે થયેલી નનામી ફરિયાદને લઈને વિવાદ શરૂ થયો છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજિત લખતરિયા બાદ હવે આંકડાશાસ્ત્રના અધ્યાપક પ્રવિન્દર સિંઘ વિવાદમાં આવ્યા છે. પ્રવિન્દર સિંઘ માનસિક ત્રાસ આપતા હોવાની અને અપમાન કરતા હોવાની કુલપતિને ફરિયાદ કર્યા છતાં કુલપતિએ કોઈ કાર્યવાહી ન કરી અને મૂકપ્રેક્ષક બન્યાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે. આંકડાશાસ્ત્ર વિભાગના લેડિઝ રૂમમાં સીસીટીવી હોવાનો અને સીસીટીવીથી અધ્યાપક વિદ્યાર્થિનીઓને કેમેરામાં જોતા હોવાનો દાવો કરાયો છે.
આ સાથે ઇન્ટરનલ માર્ક, લેટ સબમીશન ફી, વાઇવાના માર્ક,એસટી બસ અને ટ્રેનના સહી-સિક્કા માટે 500-500 રૂપિાય ચાર્જ લેતા હોવાનો પણ આરોપ લાગ્યો છે. એક સેમેસ્ટરમાં તમામ સુવીધાના કોમ્બો પેકના 6 હજાર રૂપિયા લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ થયો છે. અધ્યાપક પ્રવિન્દર સિંઘે પોતાના પર લાગેલા આક્ષેપો ફગાવ્યા છે.
નનામી ફરિયાદ બાદ શરૂ થયો વિવાદ
ગુજરાતની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્ર વિભાગના હેડ સામે નનામી ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ડિપાર્ટમેન્ટના મહિલા રૂમમાં સીસીટીવી લગાવવાને લઈને પ્રોફેસર સામે આરોપો લગાવાયા છે. બીજીતરફ પ્રોફેસરે આ આરોપો ફગાવી તમામ પ્રકારની તપાસમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે.
નનામી પત્રમાં સીસીટીવીથી પ્રોફેસર વિદ્યાર્થિનીઓને જોતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રમાં લેડિઝ રૂમમાં સીસીટીવીની વાત પણ કરવામાં આવી છે. આ સાથે પ્રોફેસર દ્વારા વિવિધ કામ માટે રૂપિયા લેવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવાયો છે. આ અંગે પ્રોફેસરે કહ્યું કે મારા વિરુદ્ધમાં થયેલી ફરિયાદ અંગે મને કોઈ જાણકારી નથી. તેમણે કહ્યું કે હું જ્યારે આ વિભાગનો હેડ બન્યો ત્યારે દરેક રૂમમાં સીસીટીવી લાગેલા હતા. મારા આવ્યા બાદ કોઈ કેમેરા લગાવવામાં આવ્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે