જાણો કેવી છે જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજકીય સફર, પિતાના મોત બાદ વારસામાં મળી હતી રાજનીતિ


જ્યોતિરાદિત્ય સિંધિયાનો જન્મ 1 જાન્યુઆરી 1971ના મુંબઈમાં થયો હતો અને તેમણે 1993માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી લીધી હતી. ત્યારબાદ 2001માં તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું હતું. 
 

જાણો કેવી છે જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજકીય સફર, પિતાના મોત બાદ વારસામાં મળી હતી રાજનીતિ

ભોપાલઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. માધવરાવ સિંધિયાની આજે (10 માર્ચે) 75મી જન્મજયંતિ છે. માત્ર સંયોગ કે કંઇ અન્ય કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ 10 માર્ચે જ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે. જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશની રાજનીતિમાં જાણીતું નામ છે. જ્યોતિરાદિત્ય, સિંધિયા રાજપરિવારની ત્રીજી પેઢીના નેતા છે અને પોતાના ગઢમાં મજબૂત પક્કડ રાખે છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયાનો જન્મ 1 જાન્યુઆરી 1971ના મુંબઈમાં થયો હતો અને તેમણે 1993માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી લીધી હતી. ત્યારબાદ 2001માં તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું હતું. જ્યોતિરાદિત્યના લગ્ન બરોડાના ગાયકવાડ પરિવારની પ્રિયદર્શિની સાથે થયા હતા અને તેમને એક પુત્ર મહા આર્યમાન અને પુત્રી અનન્યારાજે છે. 

પિતા પાસેથી વારસામાં મળી હતી રાજનીતિ
રાજકીય સફરની વાત કરીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજનીતિ વારસામાં પોતાના પિતા સ્વ. માધવરાવ સિંધિયા પાસેથી મળી હતી. માધવરાવ સિંધિયા પોતાના સમયના દિગ્ગજ કોંગ્રેસ નેતા હતા. શરૂઆતમાં જનસંઘની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા બાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. પહેલા દાદા વિજયારાજે સિંધિયા, પછી પિતા માધવરાવ સિંધિયા અને હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુનાની કમાન સંભાળી છે. દાદી વિજય રાજે ભાજપના મોટા નેતાઓમાંથી એક હતા. 

પહેલીવાર ગુના સીટથી લડી ચૂંટણી
30 સપ્ટેમ્બર 2001માં વિમાન દુર્ઘટનામાં સ્વ. માધવરાવ સિંધિયાનું નિધન થયું હતું. પિતાના મોત બાદ વિદેશથી પરત ફરેલા જ્યોતિરાદિત્યએ રાજનીતિમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. જ્યાતોરાદિત્યએ 2002માં પ્રથમવાર પિતાના નિધન બાદ તેમની પરંપરાગત ગુના સીટથી ચૂંટણી લડી અને લોકસભા પહોંચ્યા હતા. 2004માં પણ તેમણે આજ સીટથી ચૂંટણી લડી અને ફરી જીત મેળવી હતી. યૂપીએ સરકારમાં પ્રથમવાર 2007માં સિંધિયાને કેન્દ્રીય રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા અને યૂપીએની મનમોહન સરકાર 2012માં પણ તેમને કેન્દ્રીય રાજ્ય મંત્રીનો સ્વતંત્ર પ્રભાસ સોંપવામાં આવ્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર છતાં સિંધિયા ગુનાથી જીત્યા હતા. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં સિંધિયાએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news