T20 સીરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને ઝટકો! અચાનક બહાર થયા 2 ખેલાડી, આ ખેલાડીઓની ચમકી કિસ્મત
India Squad for England T20 series: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટી20 મેચોની સીરિઝની વચ્ચે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકૂ સિંહ ઈજાના કારણે આગામી બે મેચોમાંથી બહાર થઈ ગયો છે. તે પીઠની સમસ્યાના કારણે રમી શકશે નહીં.
Trending Photos
India Squad for England T20 series: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટી20 મેચોની સીરિઝની વચ્ચે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકૂ સિંહ ઈજાના કારણે આગામી બે મેચમાંથી બહાર થઈ ગયો છે. તે પીઠની સમસ્યાના કારણે રમી શકશે નહીં. તેના સ્થાને ઓલરાઉન્ડર રમનદીપ સિંહને પાછો બોલાવવામાં આવ્યો છે. રમનદીપ સિંહ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે હતા, પરંતુ ઈંગ્લેન્ડ સાથેની શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી નહોતી.
નીતિશ કુમાર રેડ્ડી પણ આઉટ
બીજી બાજુ, ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો. તેના સ્થાને ઓલરાઉન્ડર શિવમ દુબેને ટીમમાં બોલાવવામાં આવ્યા છે. નીતિશ કુમાર રેડ્ડી માંસપેશીઓ ખેંચાઈ જવાના કારણે સીરિઝની બાકી બચેલી મેચ રમશે નહીં. 21 વર્ષના રેડ્ડીના પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં વાપસી કરવામાં લગભગ ચાર અઠવાડિયાના આરામ અને રિહેબિલિટેશનની જરૂર છે. આનો અર્થ એ થઈ શકે છે કે રેડ્ડી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન જ સનરાઈઝર્સ હૈદરાબાદમાં પરત ફરશે.
અગાઉ પણ ઘાયલ થયા હતા નીતિશ
ગત વખતે નીતીશ રેડ્ડીને ઝિમ્બાબ્વેના પ્રથમ ટી20 પ્રવાસ દરમિયાન ઈજાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થવું પડ્યું હતું અને તે પછી પણ દુબેએ તેનું સ્થાન લીધું હતું. દુબે 28 જાન્યુઆરીએ રાજકોટમાં થનારી ત્રીજી T20 મેચ પહેલા રાષ્ટ્રીય ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. દુબેએ તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે જુલાઈમાં શ્રીલંકા સામે રમી હતી. પીઠની ઈજાને કારણે તે ટીમની બહાર હતો. રિહેબિલિટેશન પૂર્ણ કરીને તાજેતરમાં જ તે ઘરેલુ ક્રિકેટમાં પરત ફર્યો છે.
શિવમ દુબે ડોમેસ્ટિક ક્રિકેટમાં પરત ફર્યો
આ 31 વર્ષીય ખેલાડીને ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયામાં પ્રભાવશાળી યુવા ઓલરાઉન્ડર રેડ્ડીને ટીમમાં સામેલ કર્યો છે. દુબે જોકે ઈજામાંથી પરત ફર્યા બાદ તેની પ્રથમ રણજી મેચમાં પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તે જમ્મુ-કાશ્મીર સામેની બંને ઇનિંગ્સમાં તે ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. ડાબા હાથે બેટિંગ કરનાર દુબેએ અત્યાર સુધીમાં 33 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે લગભગ 135ની સ્ટ્રાઈક રેટથી 448 રન બનાવ્યા છે. તેણે 11 વિકેટ લીધી છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ભારતની અપડેટેડ ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), સંજૂ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પાંડ્યા, રિંકૂ સિંહ (બીજી અને ત્રીજી ટી20માંથી બહાર), હર્ષિત રાણા, અર્શીદીપ સિંહ, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્રોઈ, વોશ્ગિટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), શિવમ દુબે, રમનદીપ સિંહ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે