કર્તવ્ય પથ પર ગુજરાતની દીકરીઓ કરશે કમાલ! વાગશે ગુજરાતી ગીત અને ગૂંજી ઉઠશે આખો દેશ

જૂનાગઢ જિલ્લાની મેરાણી રાહડા ગ્રુપની 16 બહેનોની પસંદગી કર્તવ્ય પથની પરેડ માટે થઈ છે. હાલ આ તમામ બહેનો છેલ્લા એક મહિનાથી દિલ્લીમાં તનતોડ પ્રેક્ટિસ કરી રહી છે. ત્યારે કંઈક આવી જ ઝલક કર્તવ્ય પથ પર આ વખતે જોવા મળવાની છે.

કર્તવ્ય પથ પર ગુજરાતની દીકરીઓ કરશે કમાલ! વાગશે ગુજરાતી ગીત અને ગૂંજી ઉઠશે આખો દેશ

ઝી બ્યુરો/ગાંધીનગર: 26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વ...આ દિવસની રાહ સૌ કોઈ જોતું હોય છે. ભારત જ નહીં પરંતુ વિશ્વની નજર આ દિવસ પર હોય છે. કારણ કે 26 જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર દેશની શક્તિ અને સંસ્કૃતિના દર્શન થાય છે. શસ્ત્ર સરંજામનું પ્રદર્શન અને વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. ત્યારે આ વખતે ગુજરાતનો ટેબ્લો ખાસ બનવાનો છે. દિલ્લીના કર્તવ્ય પથ પર મેર સમાજનું પરંપરાગ નૃત્ય જોવા મળશે. ત્યારે કેવું હશે નૃત્ય અને શું હશે તેની વિશેષતા?

  • કર્તવ્ય પથ પર ગુજરાતની દીકરીઓ કરશે કમાલ
  • વાગશે ગુજરાતી ગીત અને ગૂંજી ઉઠશે દેશ આખો 
  • મેર સમાજની પરંપરાગત સંસ્કૃતિના થશે દર્શન 
  • પ્રજાસત્તાક પર્વે મેર રાસ બનશે આકર્ષણનું કેન્દ્ર

હા...26 જાન્યુઆરી...એટલે કે પ્રજાસત્તાક પર્વ...આ દિવસે દિલ્લીના કર્તવ્ય પથ પર ભવ્ય અને દિવ્ય પરેડ નીકળશે. જેમાં આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો કદમથી કદમ મિલાવી સલામી આપતાં આગળ વધશે. તો આકાશમાં એરફોર્સમાં દિલધડક કરતબ કરશે. ત્યારે આ વખતે ગુજરાતના ટેબ્લોની સાથે મેર સમાજની બહેનો ખાસ મેર રાસ રમતી જોવા મળશે. લાલ વસ્ત્રો અને ગળામાં પહેરેલા સોનાના ઘરેણાં. ગુજરાતી ગીત અને સંગીતના તાલે મેર સમાજની બહેનો પોતાનો પરંપરાગત રાસ રજૂ કરશે જે એક અદકેરુ આકર્ષણ જમાવશે. 

જૂનાગઢ જિલ્લાની મેરાણી રાહડા ગ્રુપની 16 બહેનોની પસંદગી કર્તવ્ય પથની પરેડ માટે થઈ છે. હાલ આ તમામ બહેનો છેલ્લા એક મહિનાથી દિલ્લીમાં તનતોડ પ્રેક્ટિસ કરી રહી છે. ત્યારે કંઈક આવી જ ઝલક કર્તવ્ય પથ પર આ વખતે જોવા મળવાની છે.

જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં મેર સમાજની બહોળી વસતી છે. આ સમાજનો ઈતિહાસ ઘણો જ બહોળો અને શૂરવીરતાથી ભરેલો છે. કર્તવ્ય પથ પર મેર બહેનો જે રાસ રમવાની છે તેને મણિયારો પણ કહેવાય છે. શૌર્ય, બલિદાન અને શૂરવીરતાથી ભરેલા મેર સમાજની સંસ્કૃતિની ઝાંખી કર્તવ્ય પથ પર જોવા મળશે. ત્યારે સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news