ગુજરાતના બે મહાનુભાવોને મળશે પદ્મ શ્રી એવોર્ડ; જાણો કયા ક્ષેત્ર આપ્યું છે મહત્વપૂર્ણ યોગદાન
ઝી બ્યુરો/અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા અનુસાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની આઠ પ્રતિભાઓને તેમના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મનો સમાવેશ થાય છે.
ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી
પદ્મ શ્રી પુરસ્કાર વિજેતાઓમાં ગુજરાતના સુરેશ સોની અને લવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. સાબરકાંઠાના સુરેશ સોનીએ પોતાનું જીવન કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું છે, તેથી તેમને સામાજિક કાર્ય (હેલ્થ કેર) માટે પદ્મ શ્રી એનાયત કરાશે. જ્યારે સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમારને કલા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ શ્રી એનાયત કરવામાં આવશે.
પદ્મ વિભૂષણ: કુમુદિની રજનીકાંત લાખિયા (કલા, ગુજરાત): કુમુદિની લાખિયા કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત થયા છે.
પદ્મ ભૂષણ: પંકજ પટેલ (વેપાર અને ઉદ્યોગ, ગુજરાત): પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.
પદ્મ એવોર્ડ: ચંદ્રકાંત શેઠ (મરણોત્તર) (સાહિત્ય અને શિક્ષણ, ગુજરાત): ચંદ્રકાંત શેઠને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ મરણોત્તર પદ્મ એનાયત કરાયો છે.
ચંદ્રકાંત સોમપુરા (અન્ય - સ્થાપત્ય, ગુજરાત): ચંદ્રકાંત સોમપુરાને સ્થાપત્ય ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન માટે પદ્મથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પરમાર લવજીભાઈ નાગજીભાઈ (કલા, ગુજરાત): લવજીભાઈ પરમારને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મથી નવાજવામાં આવ્યા છે.
રતન કુમાર પરીમુ (કલા, ગુજરાત): રતન કુમાર પરીમુને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સુરેશ હરિલાલ સોની (સમાજ સેવા, ગુજરાત): સુરેશ હરિલાલ સોનીને સમાજ સેવા ક્ષેત્રે તેમના ઉમદા કાર્ય માટે પદ્મથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તુષાર દુર્ગેશભાઈ શુક્લા (સાહિત્ય અને શિક્ષણ, ગુજરાત): તુષાર દુર્ગેશભાઈ શુક્લાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મ એનાયત કરાયો છે.
આ પુરસ્કારો ગુજરાત માટે ગૌરવની વાત છે અને આ પ્રતિભાઓને તેમની સિદ્ધિઓ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ લેખમાં ગુજરાતના પદ્મ પુરસ્કાર વિજેતાઓ વિશે માહિતી આપવામાં આવી છે.
સુરેશ સોની
સુરેશ સોની વર્ષ 1988માં સાબરકાંઠામાં સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક છે. 36 વર્ષથી વધુ સમય રક્તપિત્ત દર્દીઓ, બૌદ્ધિક રીતે અપંગ અને દિવ્યાંગ-જનની સંભાળ, કલ્યાણ અને પુનર્વસન માટે સમર્પિત - રક્તપિત્તથી પીડિત લોકો માટે 'સહયોગ' નામનું ગામ સ્થાપિત કર્યું અને દિવ્યાંગજન અને બૌદ્ધિક રીતે અપંગોને આશ્રય પણ આપ્યો. ભારતભરમાંથી આવેલા કુષ્ઠરોગ એટલે કે જેને આપણે રક્તપિત્ત રોગથી જાણીએ છીએ એ રોગના દરદીઓની અહીં સેવા અને સારવાર કરવામાં આવે છે.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી શામળાજી જવાના માર્ગ પર રાજેન્દ્રનગર ચોકડી પાસે સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટનું નાનકડું ગામ જેવું જોવા મળશે. જોકે અહીં હવે માત્ર કુષ્ઠરોગ જ નહીં; મંદ બુદ્ધિવાળા, HIV દર્દી, ફિઝિકલી હૅન્ડિકૅપ્ડ, પ્રજ્ઞાચક્ષુઓ સહિત જેમનું કોઈ નથી તેમના માટે દરવાજા ખુલ્લા છે.
કુષ્ઠરોગીઓ અને દિવ્યાંગજનો માટે સુરેશ સોનીએ અને ઇન્દિરા સોનીએ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. સહયોગ ગામ હાલમાં અનેક દર્દીઓનું ઘર છે અને તેમાં ચૂંટણી મથક, પ્રાથમિક શાળા, કરિયાણાની દુકાન જેવી સુવિધાઓ છે. પરિવાર અને સમાજ દ્વારા ત્યજી દેવાયેલા અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને નબળા વર્ગોની સંભાળ રાખવામાં આવે છે.
પરમાર લવજીભાઈ નાગજીભાઈ (કલા ક્ષેત્રે-પદ્મ શ્રી)
ગુજરાતનાં સુરેન્દ્રનગર જીલ્લાનાં ડાંગસિયા ગામનાં વતની વણકર સમુદાયના પરમાર લવજીભાઈ નાગજીભાઈને પદ્મ શ્રી એનાયત કરાશે. 700 વર્ષ જૂની પરંપરાગત વણાટ તકનીક ટાંગલિયાને સાચવવા અને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીઓમાં તેના અપનાવવા માટે લવજીભાઈએ 4 દાયકાથી વધુ સમય સમર્પિત કર્યો છે. ટાંગલિયા શાલ એ હાથવણાટની, ભૌગોલિક ઓળખ વડે સુરક્ષિત, ગુજરાતની અનુસૂચિત જાતિ ડાંગસિયા વડે બનાવવામાં આવે છે. આ 700 વર્ષ જૂની કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે. આ જિલ્લામાં રામરાજ, ચારમાલિયા, ધુંસળું અને લોબડી જેવા હાથવણાટના વસ્ત્રો દેદાદરા, વસ્તડી અને વડલા ગામોના સમૂહમાં વણવામાં આવે છે.
Trending Photos