આ 6 ગ્રહો એક લાઈનમાં આવતા બનશે મોટી ઉથલ-પાથલનો યોગ, શેરબજારમાં આવશે મોટી તેજી!
Planets Parade: આ 6 ગ્રહો એક લાઈનમાં આવતા જ દેશ કે દુનિયામાં મોટી ઉથલ પાથલ શરૂ થઈ જશે. આ અંગે ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, જ્યારે 6થી વધારે ગ્રહો એક જ લાઈનમાં આવે ત્યારે ઘાઢ અસર કરે છે. અત્યારે આકાશમાં મકર રાશિથી મિથુન રાશિની વચ્ચે આ ગ્રહો સમાઈ ગયા છે.
Trending Photos
ચેતન પટેલ/ અમદાવાદ: આ 6 ગ્રહો એક સાથે માનવ મસ્તિક અને માનવ જીવન સાથે પૃથ્વીના પેટાળને પણ પ્રભાવિત કરશે. જેથી કુદરતી આફતો જેવી કે, ધરતીકંપો, સુનામી જેવા દરિયાઈ તોફાનો ઉથલપાથલો આગ અકસ્માતો તેમજ માનવ સર્જિત યુદ્ધ જેવી આફતો વગેરે પણ બન્ને અને જાનમાલનું નુકસાન પણ થઈ શકે છે. દુનિયામાં ઘણી એવી બાબતો બને જેમ કે શેરબજાર સોના ચાંદી ક્રૂડ તેમજ અન્ય બજારોમાં મોટી તેજી કે મંદી કે ઉથલ પાથલ થઈ શકે છે. લાગશે કે, અચાનક આકસ્મિક આ શું થઈ ગયું તેવું લોકોને થાય જ્યારે એક સાથે 6 ગ્રહો એક સાથે ચોટ કરે છે. ત્યારે આવી અસર થાય છે સાથે આ વર્ષ 2025 મંગળ આક્રમકતાનો ગ્રહ છે, જે કંઈ પણ ઘટના બનશે તે આકસ્મિક અને તોફાની બનશે, ઘણીવાર તે લોહિયાળ પણ હોઈ શકે છે.
ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે આગાહી કરતા વધુમાં જણાવ્યું કે, ટૂંક સમયમાં બજારમાં મોટી તેજી થશે તૈયાર થઈ જાવ આ દિવસ હવે દૂર નથી 21 જાન્યુઆરી મંગળવારથી 29 જાન્યુઆરી સુધીમાં તેજીની ચાલ શરૂ થશે. કારણ કે અંકશાસ્ત્ર અને 6 ગ્રહો એક લાઈન માં આવે છે જે મોટી તેજીની ચાલ સૂચવે છે. શેરબજારમાં નજીકના ભવિષ્યમાં અણધારી એકાએક મોટી તેજી થઈ શકે છે. મોટે ભાગે જ્યારે પાંચથી વધારે ગ્રહો એક લાઈનમાં આવે છે ત્યારે માનવ મસ્તીક પર ખૂબ અસર કરે છે. ભૂતકાળમાં મોટે ભાગે તેજી થઈ છે.
શાસ્ત્ર મુજબ હજુ તેજીની ચાલ શરૂ થઈ નથી. જે નીચેના આંકડાઓ આવશે ત્યારબાદ નક્કી થશે પરંતુ ગ્રહોની દ્રષ્ટિએ તેજીની શરૂઆત ટૂંક સમયમાં જ થઈ શકે છે. કેમ કે જ્યારે ગ્રહોની મોટી ચાલ બનવાની હોય તે પહેલેથી જ બજાર દિશા પકડી લે છે માટે જ શેર બજારમાં ઘટાડાનો દોર રોકાયો છે અને ફરી તેજી પકડાવાની દિશા તરફ નિફ્ટી ફયૂચર અને બેન્ક નિફ્ટી ફયૂચર તેજી તરફી થયા છે. જે મેજિક અંક ઉપર ચાલતા તેજી શરૂ થશે. ગ્રહ યોગની દ્રષ્ટિ એ મોટી ઘટના બનવા જઈ રહી છે. 23000ની આસપાસ ચાલે છે. જાન્યુઆરી ભારતના આકાશમાં 6 ગ્રહોની પરેડ થવા જઈ રહી છે.
આ જ જાન્યુઆરી 2025 સૌરમંડળના 7 ગ્રહોમાંથી 6 એકજ લાઈનમાં આવી જવાના છે. જ્યોતિષનો સિદ્ધાંત છે કે, જ્યારે ગ્રહો નજીક કે નરી આંખે દેખાય છે, ત્યારે તેની ગાઢ અસર થાય છે. આ 6 ગ્રહોમાં મંગળ, ગુરુ, શુક્ર, શનિ, સૂર્ય, નેપ્ચ્યુન, પ્લુટો આકાશમાં એક સાથે એક લાઈનમાં આવી ગયા છે અને તે નરી આખે પણ જોવા મળશે. આ દ્રશ્ય 25થી જાન્યુઆરી 2025એ આ નજારો આકાશમાં જોવા મળશે. જો કે, તેઓ આ સમયગાળા પહેલા અને પછી પણ થોડા સમય માટે દેખાશે અને ખાસ આ યોગ 29 જાન્યુઆરી 2025ની રાત્રે એટલે કે અમાસની રાત્રે દેખાશે અને પ્રબળ બનશે અને માનવ જાત પર સીધી અસર કરશે.
આ 6 ગ્રહોની પરેડ ભારત, ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા અને વિશ્વના અન્ય ભાગોમાં દેખાશે અને તેની ખાસ ગાઢ અસર કરશે. ભૂતકાળમાં પણ આવી રીતે ગ્રહો આ તારીખોએ એક લાઈનમાં આવ્યા છે અને ત્યારે-ત્યારે તેની ઘાઢ અસર થઈ છે. શેર બજારમાં મોટી તેજી થઈ છે. આ વખતે પણ 25 જાન્યુઆરી બાદ કે 29 જાન્યુઆરી બાદ મોટી ઉથલ પાથલ શરૂ થઈ શકે છે.
જ્યોતિષશાસ્ત્રના સંકેતોને માનીયે તો ઇન્વેસ્ટરોએ અત્યારે મંદીના સમયમાં ગભરાઈને શેર વેચવો જોઈએ નહીં અને જેણે ઈનવેસ્ટ મેન્ટ કરવું હોય તેના માટે પણ અત્યારે સુવર્ણ સમય પણ ગણી શકાય. છતાં પણ દરેકે પોતાના સલાહકાર સાથે જાણકારી મેળવી સમજી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જે લોકો શેરબજારમાં શોર્ટ કરીને બેઠા હોય તેમણે આ છ ગ્રહોની અવગણના ન કરવી જોઈએ. પોતાની શોર્ટ કટ કરી નફો કરી લેવો જોઈએ અન્યથા મોટી નુકસાની થઈ શકે છે. મહદ અંશે 6 ગ્રહો એક લાઈનમાં આવ્યા છે ત્યારે શેર બજારમાં તેજી આવી છે.
ICCની 2024ની બેસ્ટ T20I ટીમમાં ભારતીયોનો દબદબો, આ દિગ્ગજ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
જ્યારે 6થી વધારે ગ્રહો એક લાઈનમાં આવે તે આ મોટી વધઘટ સૂચવે છે. અપવાદરૂપે કોઈક વાર ઘટાડો પણ આવી શકે છે, પરંતુ મોટે ભાગે તેજી થાય તેવા સંજોગો છે. એકંદરે ટૂંક સમયમાં અને ગ્રહયોગો મોટી અસર કે ઉથલ પાથલ સૂચવે છે. જ્યોતિષના પ્રાચીન જ્ઞાનનો લાભ લઈ શેરબજારથી કમાણી કરવા ઈચ્છનારે ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે