Shani Asta 2025: શનિ અસ્ત થઈને 3 રાશિના જીવનમાં કરશે ઊથલપાથલ, 6 એપ્રિલ 2025 સુધીનો સમય ભારે, જાણો બચવા માટે શું કરવું ?
Shani Asta 2025: શનિ ગ્રહ 28 ફેબ્રુઆરી 2025 ના રોજ અસ્ત થશે. શનિના અસ્ત થવાથી અલગ અલગ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ જોવા મળશે. શનિ અસ્ત અવસ્થામાં 6 એપ્રિલ 2025 સુધી રહેશે. 28 ફેબ્રુઆરીથી 6 એપ્રિલ સુધીનો સમય કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલ હશે. આ રાશિના લોકોએ આ સમય દરમિયાન સાવધાન રહેવાની જરૂર પડશે.
કર્ક રાશિ
શનિના અસ્ત થવાથી કર્ક રાશિના લોકોને આર્થિક મામલે સાવધાની રાખવી પડશે. આ સમયે કોઈ સાથે નાણાકીય વ્યવહાર કરવામાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે. દાંપત્ય જીવનમાં સંતુલન જાળવી રાખવાથી તણાવથી બચી શકાશે.. જીવનસાથી સાથે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે.
સિંહ રાશિ
શનિનું અસ્ત થવું સિંહ રાશિના લોકોમાં અહંકાર વધારશે. આ સ્થિતિ દરમિયાન નવી નવી સમસ્યાઓ આવી શકે છે.. ષડયંત્રનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યા પણ રહી શકે છે. ધન સંબંધિત મામલે સમય અનુકૂળ રહેશે.
મીન રાશિ
મીન રાશિ રાશિના લોકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. આ સમય દરમિયાન ખર્ચ વધવાથી આર્થિક તકલીફો વધી શકે છે. મહિલાઓનું બજેટ પ્રભાવીત થઈ શકે છે.
શનિની નકારાત્મક અસરથી બચવાના ઉપાય
શનિના નકારાત્મક પ્રભાવને ઘટાડવો હોય તો નિયમિત રીતે શનિ મંત્રનો જાપ કરો. જરૂરિયાતમંદોને કાળા તલ, અડદ અને કાળા કપડાંનું દાન કરો. શનિવારે શનિદેવની પૂજા કરવી.
Trending Photos