Himanta Biswa Sarma બન્યા અસમના મુખ્યમંત્રી, શપથ વિધિમાં સામેલ થયા જેપી નડ્ડા
ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમાએ આજે અસમના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
Trending Photos
ગુવાહાટી: ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમાએ આજે અસમના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સરમાના શપથ ગ્રહણ સમારોહમાં પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા સહિત પૂર્વોત્તર રાજ્યોના અનેક મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીની સાથે કેબિનેટના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યા.
સોનોવાલની જગ્યાએ મળી તક
અસમ ચૂંટણી બાદ ફરીથી સત્તામાં વાપસી કરનાર ભાજપે આ વખતે સર્બાનંદ સોનોવાલની જગ્યાએ હિમંતા બિસ્વા સરમા પર ભરોસો વ્યક્ત કર્યો. રવિવારે વિધાયકોની બેઠકમાં કેન્દ્રીય પર્યવેક્ષકોની હાજરીમાં સરમાને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા.
સરમાએ રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. હિમંતા બિસ્વા સરમા ગત સર્બાનંદ સોનોવાલની સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે.
અત્રે જણાવવાનું કે અસમના મુખ્યમંત્રીને લઈને ભાજપમાં લાંબું મંથન ચાલ્યું હતું. ભાજપના ટોચના નેતૃત્વએ સર્બાનંદ સોનોવાલ અને હિમંતા બિસ્વા સરમાને દિલ્હી બોલાવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે બેઠક થયા બાદ પર્યવેક્ષકોની એક ટીમ બનાવવામાં આવી જેણે રવિવારે સરમા આગામી મુખ્યમંત્રી હસે તેવી જાહેરાત કરી હતી.
કોંગ્રેસમાંથી આવ્યા, ભાજપમાં છવાયા
હિમંતા બિસ્વા સરમાએ 2014માં કોંગ્રેસનો સાથ છોડીને ભગવો ધારણ કર્યો હતો. તેઓ અસમમાં કોંગ્રેસની સરકાર દરમિયાન શિક્ષણમંત્રી રહ્યા હતા અને મુખ્યમંત્રી બનવા માંગતા હતા. પરંતુ કોંગ્રેસે તેમની માગણી નજરઅંદાજ કરી. ત્યારબાદ તેમણે પાર્ટી છોડવાનું નક્કી કરી લીધુ હતું. સરમાએ તત્કાલીન મુખ્યમંત્રી તરુણ ગોગોઈ વિરુદ્ધ પણ મોરચો ખોલ્યો હતો અને તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની કાર્યશૈલીથી નારાજ હતા.
ભાજપે ચૂંટણી પહેલા પોતાનો મુખ્યમંત્રી ચહેરો જાહેર કર્યો નહતો. પરંતુ પરિણામોમાં પાર્ટીને 126 સબ્યોવાળી અસમ વિધાનસભામાં 60 સીટો પર જીત મળી. એનડીએની સહયોગી અસમ ગણ પરિષદે 9 અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલે 6 બેઠક પર જીત મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે