ગુજરાતમાં કોવિડ બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજન માટે લોકોને રખડવું પડે છે: અમિત ચાવડા
રાજ્યમાં કોરોના માહામારી અંગે ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 13 મહિનાથી કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે. કોવિડ બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજન તેમજ ટેસ્ટ માટે લોકોને રખડવું પડે છે
Trending Photos
આશ્કા જાની/ અમદાવાદ: રાજ્યમાં કોરોના માહામારી અંગે ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 13 મહિનાથી કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે. કોવિડ બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજન તેમજ ટેસ્ટ માટે લોકોને રખડવું પડે છે. Pandemic એક્ટ મુજબ શિક્ષાત્મક વલણ સરકાર અપનાવે છે.
નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ કોઈનું મૃત્યુ થયા તો સહાય આપવામાં આવી જોઇએ તે અમારી માંગણી છે. છેલ્લા 13 મહિનામાં મૃત્યુ થયેલા લોકોને 4 લાખની સહાય જાહેર કરે સરકાર તેવી માંગ છે. સરકાર કોરોનાથી મોત થયેલા દર્દીઓના આંકડા છુપાવે છે. કોંગ્રેસ દ્વારા મૃતકોની માહિતી મેળવી સરકારને સોંપવામાં આવશે. ગુગલ ફોર્મ ભરવાનું રહેશે. સાચી જમીની હકીકત અલગ છે.
ખેડૂતો મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, BJP ની નીતિ ખેડૂત વિરોધી રહી છે. ચૂંટણી આવે ત્યારે વાયદા કરવામાં આવે છે. ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. તેવા સંજોગોમાં ખાતરનો ભાવ વધારો ખેડૂતો પર પડ્યા પર પાટું માર્યા જેવું છે. આ કપરા સમયમાં રાહત આપો, દેવા માફ કરો, તેમજ તત્કાલીન ભાવ પાછો ખેંચવામાં આવે.
મૃત્યુ પામેલા લોકોના નામ, તેમજ મોતનું કારણ અને સાથે શ્વેત પત્ર જાહેર કરે. જો આ સરકાર નહીં કરે તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં જઇશું. કોંગ્રેસનું બંધારણ છે તે પ્રમાણે આંતરિક ચૂંટણી થશે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તારીખ નક્કી નથી. સરકારે ગુજરાત મોડલની વાત કરી હતી તે ખોટી સાબિત થઈ છે.
શહેરી વિસ્તારમાં કોરોનાને લઇ સારવાર માટે સુવિધા નથી મળી રહી જેની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાના નામે શૂન્ય છે. મારું ગામ કોરોના મુક્ત ગામ કહે છે તો ત્યાં ટેસ્ટિંગ થઈ રહ્યા નથી. સરકાર માત્ર જાહેરાત કે બ્રહ્મક વાતો ન કરે કામ કરે, મોટી સંખ્યામાં ટેસ્ટિંગ અને વેક્સીનેશન કરે. વાસ્તવિકતા તો એ છે કે, વેક્સીનેશનના ડોઝ મળી રહ્યા નથી. યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે.
તો બીજી તરફ સુરેન્દ્રનગરના કોંગ્રેસ ધારાસભ્ય નવસાદ સોલંકીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના આંકડા છુપાવવામાં આવ્યા છે. મે 2020 માં 756 લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં અંદાજે સુરેન્દ્રનગર જિલ્લામાં 3200 કરતા વધુ લોકોના મોત થયા છે. સરકારના અધિકૃત આંકડા કરતા 8 ગણો વધારે મૃત્યુ દર છે. લોકોના મોત પાછળ રાજ્ય સરકાર જવાબદાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે