Cyclone Tauktae ની અસર, દિલ્હીમાં વરસી રહ્યો છે કમૌસમી વરસાદ, 70 વર્ષ જૂનો આ રેકોર્ડ પણ તૂટ્યો
Trending Photos
નવી દિલ્હી: અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતે (Cyclone Tauktae) ની અસર દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. બુધવારથી જ કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રાજધાનીના તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને મે મહિનામાં સૌથી ઓછા મહત્તમ તાપમાનનો 70 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે.
દિલ્હીમાં નોંધાયું 23.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન
વરસાદ બાદ દિલ્હીનું મહત્તમ તાપમાન(Maximum Temperature) 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જે છેલ્લા 70 વર્ષમાં મે મહિનામાં સૌથી ઓછું તાપમાન હતું. આ અગાઉ 1951માં મહત્તમ તાપમાન તેનાથી નીચે ગયું હતું. હવામાન ખાતાના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામણિએ કહ્યું કે તૌકતે તોફાનના કારણે ઉત્તર ભારતમાં વરસાદ વરસી રહ્યો છે અને દિલ્હીના સફદરજંગમાં વધુમાં વધુ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું. જે વર્ષ 1951 બાદ મે મહિનામાં નોધાયેલું અત્યાર સુધીનો સૌથી ઓછું મહત્તમ તાપમાન છે. દેશના ઉત્તર પશ્ચિમ હિસ્સામાં તાપમાનમાં ઘટાડાની શક્યતા છે.
દિલ્હીમાં 60 મિલિમીટર વરસાદ નોંધાયો
ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દિલ્હીના સફદરજંગમાં બુધવારે રાતે સાડા આઠ વાગ્યા સુધીમાં 60 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. આગામી 24 કલાકમાં પણ દિલ્હીમાં વરસાદ ચાલુ રહેશે અને હવામાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતા છે. ગુરુવારે આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને હળવો વરસાદ પડશે. જેનાથી મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે