તૌકતેને કારણે રાજ્યભરમાં અટકેલી વેક્સીનેશન કામગીરી આજથી ફરીથી શરૂ

તૌકતેને કારણે રાજ્યભરમાં અટકેલી વેક્સીનેશન કામગીરી આજથી ફરીથી શરૂ
  • તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ કોરોના વેક્સીનેશન કામગીરી સ્થગિત કરવામાં આવી હતી
  • આજે સમગ્ર રાજ્યમાં વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદના 76 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સીનેશન કામગીરી શરૂ થઈ જશે

ઝી મીડિયા/બ્યૂરો :તાઉ-તેને વાવાઝોડાને પગલે મોકૂફ રાખવામાં આવેલી કોરોના વેક્સિનેશનની કામગીરી આજે શરૂ કરવામાં આવશે. તૌકતે ચક્રવાતને કારણે બે દિવસ બંધ કરવામા આવેલ કોરોના વેક્સીન (corona vaccine0 અભિયાન ગુજરાતમાં આજથી ફરીથી શરૂ કરવામા આવશે. 10 શહેરોમાં 18 થી 44 વર્ષના લોકો માટે 1 મેથી વેક્સીનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુરુવારથી ડોઝ આપવાની શરૂઆત કરાશે. તો સાથે જ રાજ્યમાં 45 થી વધુ વર્ષના લોકોને વેક્સીનેશન (vaccination) નો પહેલો ડોઝ આપવાની પણ શરૂઆત કરાશે. 

અમદાવાદમાં આજે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન બંધ
અમદાવાદમાં આજે 76 અર્બન સેન્ટર અને મ્યુનિસિપલ સ્કૂલોમાં રસી મળશે, પરંતુ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન બંધ રહેશે. અમદાવાદમાં શહેરમા નિર્ધારિત તમામ વેક્સીન સેન્ટરો પર પહેલાની જેમ વેક્સીન મળશે. મહાનગરપાલિકાના સ્વાસ્થય વિભાગ અનુસાર, ગુરુવારે શહેરના 76 અર્બન સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરાંત ચાર હોસ્પિટલ-અસારવા સિવિલ હોસ્પિટલનુ ટ્રોમા સેન્ટર, સોલા સિવિલ હોસ્પિટલ, નગરી હોસ્પિટલ તથા શારદાબેન હોસ્પિટલ પર વેક્સીનેશન કરાશે. જોકે, આ કેન્દ્રો પર 45 વર્ષથી વધુના ઉંમરના નાગરિકો, હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સને જ વેક્સીન અપાશે. તો 18 થી 44 વર્ષના નાગરિકોને અન્ય વેક્સીન કેન્દ્રો પર રજિસ્ટ્રેશનના આધારે વેક્સીન મળશે.  

તો બીજી તરફ, સુરતમાં 3 દિવસ વેક્સીનેશન બંધ રહેતા આજે 40 હજાર ડોઝ ઉપલબ્ધ કરાયા છે. આજથી સુરતમાં વેક્સીનેશન શરૂ કરાશે. સુરતના દરેક સેન્ટર પર 18 થી 44 વર્ષના નાગરિકોને 100 ડોઝ અપાશે. તમામને કોવિન વેબસાઈટ પર એપોઇન્ટમેન્ટના માધ્યમથી જ વેક્સીન અપાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news